ગુજરાત રાજ્યમાં ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત’નો એવોર્ડ દસ્ક્રોઈ તાલુકાની કણિયાલ ગ્રામ પંચાયતને મળી રાજયનું ગૌરવ વધાર્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ચાઈલ્ડ ફ્રેન્ડલી (બાળ મૈત્રીપૂર્ણ) ગ્રામ પંચાયતના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દસ્ક્રોઈ તાલુકાની કણિયાલ ગ્રામ પંચાયતને રાજ્યસ્તરનો વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. બાળ હિતમાં કરવામાં આવેલી કામગીરીના પરિણામે કણિયાલ ગામે રાજ્યમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.
આ એવોર્ડની જાહેરાત ૪ જુલાઈ ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર નવા ચૂંટાયેલા સરપંચો અને પંચાયત સભ્યોના અભિવાદન સમારોહમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાની ગ્રામ પંચાયતોને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ પ્રમાણે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવશે.
કણિયાલ ગ્રામ પંચાયતને જે **‘ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત’**નો એવોર્ડ મળ્યો છે, તેમાં ૨૪ પેરામીટર્સ મુજબ અભ્યાસ અને મૂલ્યાંકનકરવામાં આવ્યું હતું. ખાસ કરીને ૧૦૦ ટકા રસીકરણ, ૧૦૦ ટકા શાળા નામાંકન, કન્યા કેળવણીમાં નોંધપાત્ર પ્રગતિ અને બાળ પોષણમાં સુધારો જેવા પરિબળો આ એવોર્ડ પાછળનાં મુખ્ય આધાર રહ્યા છે.
કણિયાલ ગામની ઉપલબ્ધિઓ પર એક નજર:
કણિયાલ ગામે આઠ વર્ષથી નીચેના તમામ બાળકોનું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કર્યું છે. ગામમાં એકપણ બાળક શાળાની બહાર નથી. છોકરીઓ માટે વિશિષ્ટ પ્રોત્સાહન કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે, જેના કારણે કન્યા કેળવણીમાં ૧૦૦ ટકા નોંધણી થઇ છે. બાળકોમાં કુપોષણ અટકાવવાનું village health and nutrition day અને growth monitoring દ્વારા ચાલુ છે.
ગામના સરપંચ ઉમેદસિંહ ઝાલાએ જણાવ્યું કે, “આ એવોર્ડ અમારા માટે માત્ર બિરુદ નથી, પણ એ સમજાવવાનો પુરાવો છે કે યોગ્ય સમન્વય અને પ્રતિબદ્ધતા હોય તો ગામલોકોની સંવેદના સાથે પણ નીતિ-યોજનાઓ સફળ બનાવી શકાય છે. આ ઉપલબ્ધિ પાછળ કુમાર શાળા, કન્યા શાળા, આંગણવાડી, આરોગ્ય કર્મીઓ, આશાવર્કરો અને પંચાયતની જૂથદાયક કામગીરી રહેલી છે.”
કણિયાલ પ્રાથમિક શાળાનું બાળમૈત્રી કાર્ય:
શાળામાં હાલ સર્વાંગી વિકાસ, વિશ્વાસ ઉભો કરે તેવી શિક્ષણ પદ્ધતિ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ, અધિકાર આધારિત અભિગમ તેમજ અભિગમશીલ અને સમાવેશી શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. માતા-પિતાની ભાગીદારી અને સમુદાયનું સહયોગ શાળાને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
આંગણવાડી કેન્દ્રો પણ બન્યા બાળ વિકાસના આધાર:
કણિયાલ ગામમાં ૩ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જ્યાં નિયમિત રીતે મંગળદિન, મમતા દિવસ, CMAM, FRS, અગાઉથી શિક્ષણ માટેનાં કાર્યક્રમો, તેમજ વજન અને ઊંચાઈના રેકોર્ડિંગ જેવા પોષણ મૂલ્યાંકન કાર્યક્રમો થકી બાળકોને નાનપણથી શિક્ષણ અને પોષણ માટે તૈયાર કરવામાં આવે છે.
આ બધા પ્રયાસો અને વિવિધ વિભાગો વચ્ચેના સફળ સંકલનથી કણિયાલ ગામે માત્ર ગામનું નહીં પરંતુ સમગ્ર દસ્ક્રોઈ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આથી, રાજ્ય સરકાર દ્વારા મળેલો. ચાઈલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયત’નો એવોર્ડ સમગ્ર ટીમ અને ગામલોકોના સમર્પણ અને સચોટ આયોજનનો જીવંત પુરાવા છે.





