GUJARATSURENDRANAGARWADHAWAN

જોરાવરનગર પોલીસે રતનપર શિવાનંદ આશ્રમ પાસેથી ચોરાઉ બાઈક સહિતના મુદામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા

તા.17/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં થતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે જોરાવરનગર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૫૦૧૦૮/૨૦૨૪ BNS કલમ.૩૦૩(૨) મુજબ (૨) જોરાવરનગર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૫૦૧૦૯/૨૦૨૪ BNS કલમ. ૩૦૩(૨) મુજબના મો.સા ચોરીના ગુન્હાઓ રજીસ્ટર થયેલ જે ગુન્હાઓ ડીટેક્ટ કરવા સર્વેલન્સ સ્ટાફને સુચના કરેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદરહુ મો.સા ચોરીની બનાવ જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેઝની તેમજ નેત્રમ સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં લગાવવામાં આવેલ અલગ-અલગ પોઇન્ટના સીસીટીવી કેમેરાના નેત્રમ સુરેન્દ્રનગર ખાતે સીસીટીવી ફુટેઝની ચકાસણી કરી આરોપીઓ આઇડેન્ટીફાય કરવામાં આવેલ અને સદરહુ બન્ને ગુન્હાઓની બનાવ જગ્યા રતનપર શિવાનંદ આશ્રમ સામેની હોય અને તે જગ્યાએ બન્ને વખત સીસીટીવી ફુટેઝની ચકાસણી કરતા આઇડેન્ટીફાય થયેલ વ્યક્તિઓ જ ચોરી કરવા માટે આવી મોટરસાયકલની ચોરીઓ કરતા હોવાનુ જણાઇ આવેલ જેથી અમારી સુચના મુજબ આ કામેની બનાવ જગ્યાએ અલગ-અલગ બે-ત્રણ ડેમો બાઇક ગોઠવી તે ડેમો બાઇકની આજુબાજુ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ડી ડી ચુડાસમા, અશોકસિંહ, શૈલેષભાઈ, અનિલસિંહ, વિજયસિંહ, મીતભાઈ સહિત સમગ્ર ટીમના વોચમા ગોઠવવામાં આવેલ જે દરમ્યાન સીસીટીવી ફુટેઝમાં આઇડેન્ટીફાય કરેલ વર્ણન મુજબના બે વ્યક્તિઓ મોટરસાયકની ચોરી કરવા માટે આવેલ અને ડેમો બાઇકની ચોરી કરવાનો પ્રયત્ન કરતા તેઓને સર્વેલન્સ સ્ટાફના માણસોએ પકડી પાડેલ અને મજકુર બન્ને ઇસમોની યુક્તિ-પ્રયુક્તિ પુર્વક વિશ્વાસમા લઇ સઘન પુછપરછ કરતા તેઓ બન્ને મોટરસાયકલની ચોરી કરવા માટે આવેલ હોવાની તેમજ ઉપરોક્ત બન્ને મોટરસાયકલ ચોરીના ગુન્હાઓની કબુલાત આપેલ તેમજ આ સિવાય મોરબી શનાળા ચોકડી પાસેથી પણ એક મોટરસાયકલ ચોરેલ હોવાની કબુલાત આપેલ અને મજકુર ઇસમોએ આ ચોરી કરેલ મોટરસાયકલો રતનપર મેક્સન કારખાના પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાવી રાખેલ હોવાનુ જણાવતા મજકુર ઇસમોને સાથે રાખી રતનપર મેક્સન કારખાના પાછળ આવેલ અવાવરૂ જગ્યાએથી ચોરી કરેલ ત્રણ મોટરસાયકલ રીકવર કરવામાં આવેલ તથા ઉપરોક્ત ગુન્હાઓમાં ચોરી કરવા રેકી કરવામાં ઉપયોગ કરેલ એક મોટરસાયકલ કબ્જે કરેલ તેમજ તેઓ બન્નેની અંગ ઝડતીમાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જે તમામ કુલ કિ.રૂ.૮૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે સરીફ સલીમભાઇ પીરજાદા રહે રતનપર સુધારા પ્લોટ છેલ્લી ગલી વઢવાણ ઇરફાન ઉર્ફે શાહરૂખ મહેબુબભાઇ મોવર રહે રતનપર સુધારા પ્લોટ છેલ્લી ગલી સુરેન્દ્રનગર વાળાઓને પકડી પાડી સદરહુ વાહનોની મજકુર બન્ને ઇસમો તથા મોરબી ખાતેથી ચોરી કરેલ એક બાઇક સરીફ તથા સહ આરોપી મકસુદ રહીમશા શાહમદાર રહે ફુલીનગર- ૧, વીંછીપરા, મોરબી વાળાએ સાથે મળી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!