GUJARAT

ઝેન સ્કુલ જંબુસર ખાતે સ્પોર્ટ ડે રમતોત્સવ ઉજવાયો

ઝેન સ્કુલ જંબુસર ખાતે સ્પોર્ટ ડે રમતોત્સવ ઉજવાયો
જંબુસર અણખી પાસે આવેલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ઝેન સ્કૂલ છે. જેમાં શાળા ડાયરેક્ટર શ્રીમતી અનુભા નેગી ના માર્ગદર્શન હેઠળ,ઉત્સાહી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા આચાર્ય શ્રીમતી નીલમ પંડિત દ્વારા બાળકોને શૈક્ષણિક સાથે સહ અભ્યાસી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેનાથી બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓમાં નિખાર આવે છે.આજરોજ શાળા ખાતે ડાયરેકટર શ્રીમતી અનુભા નેગીની ખાસ ઉપસ્થિતિમાં અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકો માટે સ્પોર્ટ ડે રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેનો પ્રારંભ મસાલ પ્રજવલીત કરી,તમામે પ્રતિજ્ઞા લીધી હતી. ગુજરાતી અંગ્રેજી માધ્યમના પ્રાથમિક માધ્યમિક વિભાગ શૈક્ષણિક સ્ટાફના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ રમતો પીટી ,ડિસ્પ્લે ,ડ્રીલ ક્લેપીંગ ડાન્સ, ઓરોબિક ડાન્સ, સહિત લંગડી, સ્વિમિંગ,લાંબી કુદ, ઉંચી કુદ, કબડ્ડી, ખોખો સહિતની રમતો યોજાઈ હતી. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર , બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર ઉપસ્થિતોના હસ્તે આપી સન્માનિત કરાયા હતા.સદર રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!