સંવેદનાસભર અપીલ “BLOને મતદાર નોંધણીમાં સહકાર આપો

BLO સાથે આવું વર્તન.?
એક મહિલા સાથે આવી તોછડાઇ.?
ઉપરના પ્રશ્ર્નોના જવાબ આપતા પહેલા એક વાત…………કે
હાલ ભારત સરકારના ચુંટણીપંચની સુચનાથી મતદાર યાદીમાં નામ નોંધવા,ચોક્સાઇ કરવા,નવા નામ ઉમેરવા,મતદાર છીએ કે નહી?? યે ચેક કરવા,એક જ વિસ્તાતમાં નામ રાખવા અને બીજે ક્યાય નામ હોય તો તે રદ કરાવવા,અવસાન પામેલ કે બહારગામ સ્થાયી થયા હોય તેના નામ કમી કરવા ……..વગેરે કામગીરી સમગ્ર દેશના નિયત રાજ્યોની જેમ સમગ્ર ગુજરાતમાં ચાલે છે
તેવી જ રીતે
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મતદાર યાદીની સઘન કાર્યવાહી ચાલતી હોય આપણે મતદાર છીએ કે નથી ……પણ
ઘેર ઘેર જે ફોર્મ વિતરણ કરાય છે તે ફોર્મ દરેક પુખ્ત વયના નાગરીકે ભરવુ જરૂરી છે
ચુંટણી પંચ-ભારત ની સુચના મુજબના આ કામ માટે આપણા લગત જિલ્લાના જિલ્લા કલેક્ટર એ જિલ્લા ચુંટણી અધીકારી છે…….તેઓની કચેરીમાં મતદાર યાદી સઘન સુધારણા શાખા કામ કરે છે તેમજ લગત મામલતદારો લગત ડેપ્યુટી કલેક્ટરો પણ હાલ આ કાર્યવાહીમાં જોડાયા છે
હવે આપણા શરીરનો એકમ કોષ છે તેમ આપણા જિલ્લાની આ કામગીરીનો એકમ BLO છે એટલે બુથ લેવલ ઓફીસર……તેઓ ખરેખર ક્યાંક સરકારી શિક્ષક હોય કે અન્ય કચેરીના કર્મચારી હોય છે
તેમને અપાયેલા માર્ગદર્શન અને તાલીમ મુજબ તેઓ હાલ તેમને ફાળવેલા વિસ્તારમાં ઘેર ઘેર જઇ મતદાર યાદી ફોર્મ આપે છે અને તે ફોર્મ ભરવા આપણને સૌ ને જણાવે છે જેથી આપણુ નામ મતદાર યાદીમા આવે
શું કામ……કે આપણા દેશમાં લોકશાહી છે અને જુદી જુદી શાસન પ્રણાલીમાં નાગરીકો માટે ખુબજ અનુકુળ પ્રણાલી લોકશાહી છે
હવે
લોકશાહીમાં ચુંટણી એ મહાપર્વ હોય છે
આપણે સૌ એ આ પર્વમાં ભાગ લેવા મતદાર હોવુ જરૂરી છે તે પણ યોગ્ય વિઘ સાથે નિયમ મુજબ નોંધાયેલા મતદાર હોવુ જરૂરી છે
માટે જે બુથ લેવલ ઓફીસર – BLO આપણને મતદાર તરીકે નોંધાવવા જે માર્ગદર્શન આપે એ મુજબ કાર્યવાહી કરવા તંત્રએ સૌ નાગરીકોને અપીલ કરી છે
આ BLO ની ફરજ મતદાર અને યાદી નોંધવા માટે છે
તેઓ આપણા વિસ્તારની બીજી કોઇ સમશ્યાના ઉકેલની જવાબદારી નિભાવતા નથી
માટે
મતદાર થવા અંગેની કાર્યવાહી લગત બાબતો સિવાય BLO ને આપણે કંઇ રજુઆત ન કરવી જોઇએ
કેમકે
આપણા વિસ્તારના પ્રશ્ર્નો માટે ચુંટાયેલા સભ્ય કે સુધરાઇ વગેરે કચેરી કે વોર્ડ ઓફીસ…..વગેરે સ્થળે ફરિયાદ કરી શકાય છે
હવે
બને છે એવુ કે બીએલઓ મતદાર નોંધણી ફોર્મ આપવા જાય છે તો લોકો
પાણી ગટર લાઇટ કુતરા ઢોર ખાડા ……વગેરેની વાતો લઇ બેસી જાય છે તેવા ઉદાહરણો સામે આવ્યા હોઇ જાગૃત નાગરીકોએ અપીલ કરી છે કે મતદાર નોંધણી લગત જ વિષયની ચર્ચા BLO સાથે કરવી જોઇએ
એક આવા કિસ્સામાં બુથ લેવલ ઓફીસર BLO નુ રીતસર અપમાન થાય તેવુ એક નાગરીકે વર્તન કર્યુ એ વીડીયો હાલારમાં વાયરલ છે………ખરેખર આવુ ન જ થવુ જોઇએ તેમ વડીલોએ અપીલ કરી છે
હવે ઉપરના બે સવાલ અને નીચેની વિગત વાંચો
@ અહીથી નીચેની વિગત જિલ્લા પંચાયતના નાયબ ચીટનીસ શ્રીરામભાઇ સેજપાલના સોશ્યલ મીડીયામાંથી મળી છે…..તે અક્ષરસ: નીચે મુજબ છે
“મહિલા BLO સાથે કોઈ રહીશ દ્વારા ગેરવર્તન કરીને SIR કામગીરીમાં અસહયોગ આપ્યો….
પૂરી જાણકારી નથી કે આવું વર્તન કરવાનું કારણ શું? પરંતુ કોઈ સ્ત્રી સાથે આવું વર્તન યોગ્ય ગણાય.?
…
મારા અનેક સાથી કર્મચારીઓના અનુભવે કહું છું કે જે જે લોકો BLO તરીકે ફિલ્ડ ઉપર, લોકોના ઘરોઘર ફરતા હોય છે, પોતાની ફરજ બજાવતાં હોય છે,
તેઓને સામાન્ય માણસો તરફથી એવી સમસ્યાઓ બતાવાતી હોય છે, એવા એવા પ્રશ્નો મુકાતા હોય છે, જેમાં લાચાર BLO કશું કરી શકતા નથી હોતા..
અમારી શેરીની ગટર ઉભરાય છે..
કચરો ઉપાડવા કોઈ આવતું નથી..
આ રસ્તા તૂટી ગયા છે..
સ્ટ્રીટ લાઈટ બંધ છે..
પેલા આ કરાવો પછી અમે મત આપીશું..
આવા પ્રશ્નો કરતા લોકો પૈકીના મોટાભાગના લોકો ભણેલા ગણેલા, સજાગ, જાગૃત અને સમજદાર હોય છે, તેઓ સુપેરે જાણતા હોય છે કે આ બધી કામગીરી આ BLOના હાથની નથી જ..
પણ અત્યારે માહોલ જ એવો છે કે જ્યારે સરકારે સામેથી આ કાર્યક્રમ કર્યો છે અને બીએલઓ તમારા ઘરે આવી, તમારી પાસેથી તમારી વિગતો મેળવીને, મતદારી યાદીમાં તમારું નામ કાયમ રહે તેના માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સૌને શૂરાતન ચડશે..
બાકી સામાન્ય સંજોગોમાં કોઈ ડોક્યુમેન્ટ કઢાવવા માટે પોતાની જરૂરિયાત હોય ત્યારે બધું શૂરાતન ક્ષણવારમાં શાણપણ બની જતાં પણ જોયું છે.!
રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં સરકારને, સરકારી માણસોને, પોતાના વિસ્તારમાં દિવસ રાત રખડતા ભટકતા BLOને સહકાર આપવાના બદલે,
તેમની સાથે ગેરશિસ્ત કરવું, અણછાજતું વર્તન કરવું, તેમને દબાવવા, સરકારી નોકરિયાત માણસ જાણે એના પોતાનો અંગત નોકર હોય એમ સમજીને તોછડાઇ કરવી, એ કેવી બહાદુરી.?
એક ગરવા ગુજરાતી હોવાના નાતે, તમારા આંગણે આવેલ કોઈ માણસ સાથે, ખાસ કરીને કોઈ સ્ત્રી / મહિલા સાથે; તમને પોતાને શોભે એવું વર્તન કરીને તમારી ખાનદાની બતાવવી જોઈએ, એવું મારું નમ્ર સૂચન અને નિવેદન છે..”
_________________________________
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,d.n.y.(GAU)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com
ઉપરની આ માહિતી વાંચી તે મુજબ આપણે સૌ મતદારયાદી સઘનકાર્યવાહીમાં ઉત્સાહથી જોડાઇએ તેવો નમ્ર અનુરોધ છે
–





