જામનગરના ટાઉનહોલમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર હુમલો
હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલીયાની સભામાં પોલીસને સાથે રાખીને આ હુમલો કરાવવાનો કૃત્ય કર્યું: મનોજ સોરઠીયા

પોલીસવાળાઓની સાથે અસામાજિક તત્વો સભા સુધી આવી ગયા અને પોલીસવાળાની વચ્ચે રહીને પથરાવ કરવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા
જામનગર
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દે AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભામાં પથ્થરમારો કર્યો છે. આ ખૂબ જ નિંદનીય અને હલકી કક્ષાનું કૃત્ય છે. કેટલાક પોલીસવાળાઓની સાથે આ અસામાજિક તત્વો સભા સુધી આવી ગયા અને પોલીસવાળાની વચ્ચે રહીને પથરાવ કરવાનું કામ કર્યું. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલીયાની સભામાં પોલીસની સાથે રહીને આ હુમલો કરાવવાનો કૃત્ય કર્યું છે. આમ આદમી પાર્ટીની જે મુહિમ ચાલી રહી છે એનાથી સૌથી મોટી તકલીફ ભાજપના લોકોને થઈ રહી છે.
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે. જામનગરમાં ગોપાલભાઈ ઇટાલીયા પર પથ્થરમારો કરીને જો એમને ડરાવવા માંગતા હોય અને આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય, તો એ લોકો કાન ખોલીને સાંભળી લે કે આમ આદમી પાર્ટી આવી ઘટનાઓથી રોકાવાની નથી, આમ આદમી પાર્ટી તમામ પ્રકારના અત્યાચારો સામે લડી રહી છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે. ગુજરાતને અમે અત્યાચારમુક્ત કરીને રહીશું, એવી આમ આદમી પાર્ટીની મુહિમ છે. તો આમ આદમી પાર્ટી ક્યારેય અટકશે નહીં. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આવા હુમલાઓ કે પથરાવથી ડરવાના નથી માટે ભવિષ્યમાં કોઈએ આવી કોશિશ ફરીથી કરવી પણ નહીં.






