જામનગર શાળા નં-૧૮ ના વિધાર્થીને એક્સેલેન્સ ઈન મેન્ટલ મેથેમેટિક્સ એવોર્ડ એનાયત

નારાયણ મેથેમેટિક્સ ક્લબ, પોરબંદર દ્વારા લેવાયેલ મેથેમેટિક્સ માનસિક ક્ષમતા પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળા નં-૧૮ જામનગરના વિધાર્થી દેવાંશી પાગડાએ ગણિતમાં શ્રેષ્ઠતા પુરસ્કાર જીત્યો હતો. ગણિત શિક્ષકશ્રી રામગોપાલ ડી. મિશ્રા, અંકિતાબેન અઘેરા અને કોમલબેન સવસાણીના હસ્તે તેણીને ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી હ્તી. આ મેથેમેટિક્સ માનસિક ક્ષમતા સ્પર્ધા ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત રસિકો માટે યોજાય છે. જેમા તેમની તાર્કિક કુશળતા, યોગ્યતા અને કેલ્ક્યુલેટર વિના ઝડપથી ગાણિતિક ક્રિયાઓ કરવાની ક્ષમતા ચકાસવા માટે પડકારરૂપ અને આકર્ષક ફોર્મેટમાં તેમની ગાણિતિક કૌશલ્યોનું પરીક્ષણ કરીને ગાણિતિક મંચ પર સ્પર્ધા કરવાની અનન્ય તક પૂરી પાડે છે. ભાગ લેવાથી માત્ર તેમની ગણિત કૌશલ્ય જ સુધારતા નથી પરંતુ જટિલ સમસ્યાઓનો સામનો કરવામાં આત્મવિશ્વાસ અને અનુભવ મેળવે છે. સમગ્ર પરીક્ષાનું આયોજન અને સંચાલન નારાયણ મેથેમેટિક્સ ક્લબના પ્રો.કો.શ્રી જયેશભાઇ રંગવાણીએ કર્યુ હતું. દેવાંશી પાગડાની સિધ્ધી બદલ માર્ગદર્શક મોતિબેન કારેથા, સંદિપભાઇ રાઠોડ અને પરબતભાઇ રાવલીયા અને તમામ શિક્ષકો, શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડા, સી.આર.સી. સમિરાબેન જિવાણી અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.






