JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળા નં- ૧૮ જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અવેરનેશ સેશન અને વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

 

નિર્મલ ગુજરાત અને સ્વચ્છતા સર્વેક્ષણ કાર્યક્રમ અંતર્ગત નાયરા એનર્જી ફીડબેક ફાઉન્ડેશન તથા વેસ્ટ મેનેજમેન્ટ  શાખા જેએમસી જામનગર તથા શાળા નંબર 18 ના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 260 વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરુઆતમાં શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડાએ શાબ્દિક અને પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતું અને  નાયરા એનર્જી ફીડબેક ફાઉન્ડેશન તરફથી ક્રિનાબેન મંડોરા અને હરદીપસિંહ જાડેજાએ હળવી શૈલીમાં બાળકોને સુંદર રીતે પર્યાવરણની જાળવણી માટેની સમજણ આપી.  જેમાં રમત રમાડી, નાટક, અભિનેય, પ્રશ્નોત્તરી દ્વારા બાળકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કર્યો અને શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રસ્પર્ધામાં રાધિકા કુશવાહ પ્રથમ,  દિવ્યા કુશવાહ દ્વિતીય, સિહોરા રાધિકા તૃત્ય નંબર મેળવેલ હતો. માર્ગદર્શક તરીકે નીતાબેન ભાલોડીયા, મંજુબેન જાદવે સેવા આપી હતી. વેસ્ટમાંથી બેસ્ટ દેવાંશી પાગડા પ્રથમ,  મકવાણા ખુશ્બુ દ્વિતિય, મંડલ લક્ષ્મી તૃતીય નંબરે વિજેતા થયેલ  હતા.  પરીતાબેન કુંડલીયા અને મોતીબેન કારેથાએ માર્ગદર્શન તરીકે સેવા આપેલી હતી. નિબંધ લેખન ખરા બિંદીયા પ્રથમ,  મઘુડીયા શિવાની દ્વિતિયઅને આંબલીયા હેમાંશી તૃતીય નંબર આવેલા હતા. કન્વીનર તરીકે રંજનબેન નકુમે આપેલી હતી. સમગ્ર કાર્યક્રમનો સંચાલન નીતાબેન ભાલોડીયા કરેલું હતું.

Back to top button
error: Content is protected !!