GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ડેપોએ અંબાજી દર્શન માટે મૂકેલ બસો મા ફરજ બજાવનાર ડ્રાઈવર કન્ડક્ટર નુ સન્માન કરાયું જીલ્લા વિભાગીય નિયામક ઉપસ્થિત રહ્યા

વિજાપુર ડેપોએ અંબાજી દર્શન માટે મૂકેલ બસો મા ફરજ બજાવનાર ડ્રાઈવર કન્ડક્ટર નુ સન્માન કરાયું જીલ્લા વિભાગીય નિયામક ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જાયન્ટ સહિયર ગૃપ દ્વારા ભાદરવી પૂનમ ના અંબાજી દર્શન માટે મૂકેલ બસના ડ્રાઈવર કન્ડક્ટરો સેવા આપી જીલ્લામાં ડેપોની આવકમા વધારો કર્યો હતો જેમાં ડેપોનું બીજો ક્રમ આવતા જાયન્ટ સહિયર ગૃપ ના પ્રમુખ કૃણાલબેન ઠાકર અને મંત્રી ભારતી બેન પુરોહીત દ્વારા પાંચ ડ્રાયવર પાંચ કંડકટરો અને ડેપો મેનજર વિજય ભાઈ ચૌધરીનુ તેઓએ આપેલી સેવાના ભાગરૂપે સન્માન કરવામાં આવ્યું હતુ. ડેપોની અંબાજી જવા આવવા મુસાફરો માટે મૂકેલ બસોએ રૂપિયા ૨૨ લાખ ૫૧ હજારની આવક કરી જીલ્લા ડેપોમા બીજો સ્થાન મેળવ્યું હતુ. આ અંગે જાયન્ટ સહિયર ગૃપ ના પ્રમુખ કૃણાલ બેને જણાવ્યું હતુંકે ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં મહેસાણા જિલ્લાની આવકમાં વિજાપુર ડેપો એ દ્વિતીય ક્રમ મેળવી સેવા ને ઉજાગર કરી છે.આજે નવલી નોરતાના ત્રીજા દિવસે સૌથી વધુ આવક મેળવનાર દસ ડ્રાઇવર તથા કંડકટર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તથા કામદારો સહિત વિભાગીય નિયામક જી.એચ. ગોસ્વામી અને ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!