JAMNAGARJODIYA

જોડિયા તાલુકાના કેશીયા ગામ થી ભાદરા પાટીયા હાઈ-વે પરની દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

 

લલીતભાઈ નિમાવત

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સૌમ્યા ના મોનીટરીંગ માં જોડિયા તાલુકાના કેશીયા ગામ થી ભાદરા પાટીયા હાઈ-વે વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૦ કેસ કરવામાં આવેલ તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૭ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૦૩ કુલ ૧૦ કેસ કરેલ જેમાં રૂપિયા ૨૦૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમા બેન હાલા, સોશ્યલ વર્કર ગૌતમ સોંદરવા, એમ.પી.એસ બાલભા આર. વી.પીઠમલ તેમજ ભાદરા પોલીસ સ્ટેશનમાંથી પો.હેડ. કો. એન.એમ.ભીમાણી હાજર રહેલ.

Back to top button
error: Content is protected !!