
લલીતભાઈ નિમાવત
બાલંભા ખાતે હજરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વોહરેલી શાહદત ની યાદ માં બાલંભા સુની મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની શ્રદ્ધા અને આસ્થાભેર મનાવવામાં આવેલ હતી જેમાં 16 7 24 ના સાંજે કલાત્મક તાજીયા પડ માં આવ્યા બાદ કલાત્મક તાજીયા નું જુલુસ નીકળેલ હતું બાલંભા મુસ્લિમ સમાજ દ્વારા નિર્ધારિત રૂટ ઉપર તાજીયા પસાર થતાં હિન્દુ લોકોએ લહાવો લઈ કોમી એકતા બતાવી હતી અને હિન્દુ લોકોએ એકતાનો સંદેશ આપ્યો હતો જુલુસમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઠેર ઠેર છબીલો બનાવી ઠંડા પીણા દૂધ કોલ્ડ્રીંક અને જાત જાતની વાનગી બનાવી બધાને પ્રસાદી રૂપે આપવામાં આવેલ બાલંભા ના તમામ મુસ્લિમ આગેવાનો તેમજ તમામ સુન્ની મુસ્લિમ સમાજ ના નામી અનામી ભાઈઓએ ભારે જહમત ઉઠાવી શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી.







