DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

JCCC- પ્રેક્ટીસ કે માલપ્રેક્ટીસ?? બિનજરૂરી ચીરફાડની પરવાનગી કોણે આપી??

 

હત્યા થાય તો સજા થાય…..”જીવદયા” પાળનારાઓ ઓપરેશન સાધનોથી માણસના શરીર સાથે ગમે તેવી રમત રમે તો શું થાય??

જામનગર (ભરત ભોગાયતા)

આ ન્યુઝ રીવ્યુની શરૂઆત સવાલોથી……..

જામનગરના જ એક નિવૃત મામલતદાર એક હોસ્પીટલમાં હાર્ટનુ ઓપરેશન કરાવે છે ઓપરેશન માટે એનેસ્થેશીયા અપાયુ હતુ……ઓપરેશન બાદ એ ભાનમા ન આવ્યા…..બેભાન અવસ્થા દરમ્યાન જ બાદમાં મૃત જાહેર થયા હતા………..!??! દુખદ પણ વાસ્તવિક ઘટના જે આઘાત પમાડે છે……પણ છતાય આપણે જાગૃત કેમ નથી થાતા?? જીવદયાનો ધર્મ અપનાવનાર ડોક્ટરના પોતાના ધર્મ હોય ને?? હીપોક્રેટસ ઓથ નહી લીધા હોય?? જો લીધા હોય તો દરેક તબીબો તે મુજબ પાલન કરે છે??

 

જામનગર માનવતા સભર પ્રેકટીસ કરનારા ડોક્ટરોથી જાણીતુ છે વરસો સુધી પ્રેક્ટીસ કરિુ દૂર દૂર સુધી ખ્યાતિ પ્રાપ્ત તબીબોના નામ આજે પણ ઘણાને યાદ છે તેમજ હજુય ઘણા સિનિયર તબીબો સેવા આપે જ છે ત્યારે દરદીઓના સંપુર્ણ વિશ્ર્વાસનો આ વ્યવસાય અને ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરનાર તબીબી ક્ષેત્રમાં અમુક તબીબોમાં વ્યવસાયીકરણ એવુ ઘુસ્યુ કે વાત ન પુછો નહીતર જામનગરની મેડીકલ કોલેજમા અને ખાનગી પ્રેક્ટીસમાં નિષ્ણાંત તેમજ પ્રમાણીક ડોક્ટરો ઘણા છે ત્યારે વ્યવસાયને “ધુમ કમાણીનો ધંધો” બનાવનાર તબીબો સમગ્ર ક્ષેત્રને બદનામ કરે જ છે જે અંગે ગંભીર ગુના નોંધી કડક સજા થાય તેવા પુરાવા એકઠા કરી સાક્ષીઓને સાંભળી સમગ્ર પણે મજબુત કેસ બનાવીને સજા આપવામા આવે તો આ કપડાની જેમ માણસના શરીરની બિનજરૂરી ચીરફાટ અટકી શકે…….. આ એક ક્ષેત્ર છે જેમા દરેક માણસ ડોક્ટરને સાયબ જ કહેશેને? એ સાયબ પોતાના અભ્યાસના ખર્ચને રોકાણ સમજી ખર્ચા એકી ઝાટકે કાઢવા ને વળતર મેળવી લેવા ઝડપી અને બિનજરૂરી પ્રેક્ટીસ કરવા માંડે તો તેને “માલપ્રેકટીસ” જ કહેવાય ને?? આવા લેભાગુ પરંતુ રૂપાળા દેખાતા આધુનિક હોસ્પીટલમા બેસતા આવા જુજ તબીબોથી જામનગરની તબીબી આલમમા પણ શરમ અને ફીટકારની લાગણી ઉભી થઇ છે.

જામનગરની JCC હોસ્પીટલના કાર્ડીયાક ડોક્ટર પાર્શ્ર્વ વોરાને લગત સરકારી પ્રેસનોટ ફરીથી જાણીએ/વાંચીએ તો………….

*“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી*
—–
*કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા*
—–
*આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા*
—–
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ૧ કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં, આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય ના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ કરવામાં આવેલ છે.

_________________
@ ચિકિત્સા વ્યવસાય પવિત્રતાનો અને આત્મ સ્ફુરણાનુ ક્ષેત્ર છે બિનજરૂરી દવાઓ લખી બિનજરૂરી રીપોર્ટ કરાવી બિનજરૂરિુ ચીરફાડ કરી તેને અભડાવનારાઓ ચેતે કે કર્મના સિદ્ધાંતો આપણને છોડતા નથી……હા….જરૂરી હોય તે બધી તપાસ કરો/કરાવો અમુક વખતે સચોટ નિદાન કરવામા તે હેલ્પ કરે છે પરંતુ દરદીને ગ્રાહક નહી દરદી નારાયણ સમજીને બધુ કરો………ઘણા કિસ્સાઓ છે તબીબોની માનવતા વિહોણી પ્રેક્ટીસના એ જોઇશુ વખતો વખત ……….અને હા ગેરકાયદેસર ગર્ભપાતનો જે ધીકતો ધંધો ચાલે છે અને કેટલી કમાણી થાય છે જેનાથી કોઇ યુવતિ કે કિશોરીની બોડી સીસ્ટમ કેવી બગડે છે તે અંગે પણ આગામી અંકોમાંજાણીશુ
દરમ્યાન………. જામનગરના અગણીત માનવતાથી ભરપુર તબીબો વચ્ચે કલંક સમાન ધંધો કરતા અમુક ડોક્ટરોને પણ જાણતા રહીશુ

______________________

—-રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!