26 નવેમ્બર 2025
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા કક્ષાની વિકસિત ગુજરાત ૨૦૪૭ અંતર્ગત કલા ઉત્સવનું ભવ્ય આયોજન કાલાવડ બી.આર.સી. દ્વારા કરવામાં આવ્યુ.. કાલાવડ શહેરમાં વ્રજકુંવરબેન કન્યા શાળા ખાતે ગુજરાત 2047 અંતર્ગત કલા ઉત્સવ 2025 માં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધામા કાલાવડ તાલુકાની પ્રાથમિક શાળાનાં કુલ મળીને 44 વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો.








