24 માર્ચ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
પ્રેમસુખ ડેલુ પોલીસ અધિક્ષક જામનગર તેમજ આર.બી. દેવધા, ના.પો. અધિ. જામ ગ્રામ્ય વિભાગ જીલ્લામાં ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા આપેલ સુચના અન્વય કાલાવડ ટાઉન પોલીસ સ્ટે.ના એન.વી. આંબલીયા, પો.ઈ.ના માર્ગદર્શન હેઠળ અરજદાર કાલુભાઈ ચમારભાઈ પાંચાલ અનુ.જનજાતી ઉ.31 ધંધો મજુરી રહે. જુનલાપુરા ગામ તા. કુકશી જી. ધાર (મધ્યપ્રદેશ) વાળા તેઓના પરિવાર સાથે કાલાવડ બસ સ્ટે.માં હોય ત્યારે દિકરી આલીશા ઉ.5 તેના પરીવારથી છુટી પડી ગુમ થયેલ જેથી દીકરી ગુમ થયાની જાણ અત્રેના પો.સ્ટે. ખાતે કરવામાં આવતા જે અન્વયે કાલાવડ ટાઉન પોલીસ સ્ટે.ના પો.ઈ. આંબલીયા,ની સુચનાથી એએસઆઈ હીનાબેન જે. ગોજીયા હે.કો. દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કો. અનીરૂધ્ધસિંહ બળદેવસિંહ જાડેજા પો.કો. ઉદયસિંહ મુળુભાઈ સીંધવ દ્વારા કાલાવડ બસ સ્ટેન્ડની આજુબાજુ તપાસ કરી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સીંગ આધારે તપાસ કરી ગુમ થયેલ બાળકીને શોધી તેના પરીવાર અરજદાર સાથે મીલાપ કરાવી પરત સોંપવામાં આવેલ છે.