JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

વધુ એક વખત શ્રેષ્ઠ પુરવાર થતી શૈક્ષણિક સંસ્થા

 

“દિવ્ય ભાસ્કર” એવોર્ડ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ-જામનગરને મળ્યો

ઉંચુ ધ્યેય અને અથાગ પરિશ્રમ સફળતા અપાવે છે અને તે ટકાવવા નિરંતર જહેમત અને અપડેશન આવશ્યક–ઉસ્મિતા ભટ્ટ

 

જામનગર (ભરત ભોગાયતા)

દિવ્ય ભાસ્કર” એવોર્ડ મેળવતી જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ એકમાત્ર શૈક્ષણિક સંસ્થા બની છે ત્યારે બાળમાનસના અભ્યાસુ , સમયની સાથે તાલ મીલાવનાર અને સંશોધનાત્મક શિક્ષણ પદ્ધતિ અપનાવી સ્ટાફ અને વિદ્યાર્થીઓને મોટીવેશન અને ઇન્સપાયરેશન પુરૂ પાડી શિક્ષણને સન્માનજનક બનાવનાર સંસ્થાના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન ઉસ્મીતા ભટ્ટ જણાવે છે કે ….”ઉંચુ ધ્યેય અને અથાગ પરિશ્રમ સફળતા અપાવે છે અને તે ટકાવવા નિરંતર જહેમત અને અપડેશન આવશ્યક હોય છે” આ વાત ઉપરથી ખ્યાલ આવે કે સ્પર્ધાના આ યુગમાં સફળતા સહજ નથી સમય સાથે કદમ મીલાવી ઉચ્ચ મુલ્યો સાથે શૈક્ષણીક કાર્ય તકનીક સાથે આપવાનુ હોય છે બાળકોમાં શિક્ષણનો હાઉ દૂર કરી હળવા ફુલ બનાવે તેવુ ભાર વગરનુ અને બેસ્ટ શિક્ષણ આપવુ પડે છે આ બ્રિલિયન્સી સાથે કાર્યરત જામનગરની જાણીતી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના ચેરમેન અશોક ભટ્ટની અથાગ જહેમત અત્રે નોંધનીય છે તેમ સમીક્ષકોનુ કહેવુ છે

ત્યારે તાજેતરમાં તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ સાઉથ ગોવાની ‘હોટલ ફેરીલેન્ડ મેરીએટ’ ખાતે ભારતના સુપ્રસિધ્ધ દૈનિક પત્ર દિવ્યભાસ્કરનો ‘કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર’ એવોર્ડ સમારંભ યોજાયેલ જેમાં જાણીતા ફિલ્મ અભિનેત્રી અમ્રિતા રાવ તથા ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી કામત સાહેબના વરદ હસ્તે વિજેતાઓને ‘કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર’ થી સન્માનિત કરવામાં આવેલ. આ સમારંભમાં ‘ધ મોસ્ટ પ્રેસ્ટીજીયસ એજયુકેશન ઓર્ગેનાઈઝેશન’ કેટેગરીમાં જામનગરની જાણીતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે એવોર્ડ પ્રાપ્ત કરેલ જે બદલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ અને ડાયરેકટર ઓફ એજયુકેશન શ્રીમતિ ઉસ્મીતાબેન ભટ્ટ ને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ, જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવવંતી ક્ષણ ગણી શકાય. આ એવોર્ડ મળવા બદલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સમગ્ર કર્મચારીગણ, વાલીઓ તથા વિદ્યાર્થીઓ હર્ષની લાગણી અનુભવે છે તેમ શાળાના કેમ્પસમાં ફરતા જાણવા મળ્યુ છે

શિક્ષણ સાથે ઇતર પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરી સફળતાના ગગનમાં વિહાર કરતા બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓને સંસ્થાનુ ગૌરવ છે સંસ્થાના સંચાલકો તેમજ નિપુણ સ્ટાફની જહેમત સાથે બાળકોનાં સર્વાંગી વિકાસની પ્રગતિની પ્રસિદ્ધી હવે સીમાડા વટાવી ચુકી છે તે સૌ જાણે છે માટે તો જામનગરના સુજ્ઞ વાલીઓને તેમના બાળકો માટે બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ પ્રથમ પસંદગી છે જ્યા બાળકોનુ સંસ્કાર અને શિક્ષણ એટલે કે અનુભૂત જ્ઞાનનુ સિંચન થાય છે તેમ એક સર્વે કહે છે

સંચાલકોની સખત અને સતત જહેમતથી
બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓની કલા અને અભ્યાસની ધગશ કપરા પારીવારીક સંજોગો વચ્ચે પણ ખીલી છે એટલું જ નહી પ્રસિદ્ધી સ્વયં વખાણ કરવાથી નથી મળતી પરંતુ સાચી પ્રસિદ્ધી એ છે કે જ્યારે મુલ્યાંકન કરતી સંસ્થાઓ કે મીડીયા કે સરકારના વિભાગો જ્યારે પ્રશસ્તિ કરે ત્યારે એ સિદ્ધી ને સાચી પ્રસિદ્ધી મળી છે તેમ કહેવાય , જામનગરની બ્રિલયન્ટ સ્કૂલ માટે આ વાસ્તવિકતા યથાર્થ નીવડી છે કેમકે એકતરફ વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધી મેળવી છે તો બીજી તરફ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સંચાલન અને બેસ્ટ શિક્ષણ પ્રવૃતિ તેમજ ઇતર પ્રવૃતિઓનો માહોલ પુરૂ પાડવાનુ ધ્યેય બિરદાવાયુ છે અને રાજ્યસ્તર જ નહી એક સાથે અનેક રાજ્યોમાંથી પ્રસિદ્ધ થતા ભાસ્કર ગૃપ ઓફ મીડીયા દ્વારા “બ્રિલિયન્ટ” ને એવોર્ડ અપાયો છે જે સમગ્ર હાલાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ બાબત બની છે.

જામનગરની આ જાણીતી શૈક્ષણીક સંસ્થા જે વટવૃક્ષ સામાન બની છે તે બાળકો માટે વિદ્યાલયની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ દ્વારા વિવિધ વિશેષતાને વ્યક્ત કરવાનો તેને સુદ્રઢ કરવાની તક પુરી પાડે છે માટે જ આ બાળકો સફળતાના ગગનમાં વિહાર કરે છે તેની ફલશ્રુતિ એ છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જાણીતા મીડીયા હાઉસ દિવ્ય ભાસ્કર દ્વારા જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સને બેસ્ટ એજ્યુકેશન હબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

___________________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!