જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા માં ફરી ભાજપ એ સતા સભાળી… ત્યારે સતત છઠી વખત ભાજપે સતા પર કબજો કર્યો છે… ચૂંટણી માં 28 માંથી 26 સીટ પર ભાજપ એ વિજય મેળવ્યો હતો…. કાલાવડ નગરપાલિકા માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી….પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઈ રાખોલીયા અને ઉપપ્રમુખ દયાબેન રમેશભાઈ ઝાપડા, તેમજ કારોબારી ચેરમેન અશ્વિન ઝીઝુવાડિયા ની વરણી કરવામાં આવી….બંને મુખ્ય જવાબદારી મહિલા ને સોંપવામાં આવી છે… આ તકે ચુંટાયેલા પ્રતિનિધિને શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ તેમજ સર્વ કાર્યકતા અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા..