JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી, દોઢ વર્ષ સુધી 3 નરાધમોએ મળીને યુવતીને પીંખી !!!

બ્લેકમેલના આધારે યુવતીનું સામુહિક Rape કર્યું

 

ગુજરાતમાંથી વધુ એક બળાત્કાર ની ઘટના સામે આવી છે. પરંતુ આ ઘટનામાં યુવતી સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે યુવતીએ પોલીસમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ યુવતી છેલ્લા દોઢ વર્ષથી આરોપીના બળાત્કાર નો ભોગ બની રહી હતી. ત્યારે આજરોજ તેણીએ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
૨૧ વર્ષીય યુવતીએ જામનગર સીટી એ ડીવીઝનમાં આવેલા પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે. જોકે આ યુવતી જામનગર શહેરમાં આવેલા પંચશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં રહેતી હતી. તો આજથી આશરે દોઢ વર્ષ પહેલા જ્યારે યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ત્યારે તેના એક મિત્રે તેનો વીડિયો અને ફોટા પાડ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસો પછી યુવતીને મુખ્ય આરોપી દ્વારા આ વીડિયો અને ફોટો બતાવીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. તે ઉપરાંત મુખ્ય આરોપીએ યુવતીની સાથે બળાત્કાર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન આરોપીએ તેના અન્ય બે મિત્રો સાથે પણ યુવતીને શારીરિક સંબંધ બંધવા માટે દબાણ કર્યું હતું. જે બાદ મુખ્ય આરોપીના બંને મિત્રોએ મળીને આ 21 વર્ષની યુવતી સાથે બળાત્કાર કર્યું હતું. ત્યારે આશેર દોઢ વર્ષ સુધી આ 3 નરાધમોએ મળીને યુવતીને પીંખી નાખી હતી. અંતે યુવતીએ કંટાળીને પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપીઓેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!