JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ અને સોલિડારીડાડ સંસ્થા, જામનગર ના કરાર થી ખંભાળિયા અને લાલપુર તાલુકાના ખેડૂતોને મળશે વિશેષ લાભ

સોલીડારીડાડ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે જેમાં નયારા એનર્જીના સી.એસ.આર. વિભાગ ના સહયોગ થી ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જીવિત ખેતી બાબતે કાર્યો કરી રહ્યું છે. ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ૨૭ ગામોમાં આ સંસ્થા મગફળી અને કપાસના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન સુધારણા બાબતે જમીન નું પૃથુકરણ, ન્યુટ્રીસન મેનેજમેન્ટ, ઓછું ખેડાણ, અને પોષક તત્વો ની ભરપાઈના કાર્યો. સારી ગુણવત્તા ના બિયારણ, પેકેજ ઓફ પ્રેક્ટિસ, મિશ્ર પાક, આંતરપાક, જમીન આચ્છાદાન અને જૈવ વિવિધતા, પાણી સંગ્રંહ, જળ વ્યવસ્થાપન, પશુપાલન, પર્યાવરણ, શાકભાજીના વાળા અને મહિલાવિકાસ જેવા વિવિધ કાર્યો કરવા સાથે કેમિકલ મુક્ત ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે જેમાં હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે કરેલા કરાર મુજબ ટેકનિકલ માર્ગદર્શન, નવા સંશોધન, ડેમો પ્લોટ, સરકારી સહાય, અને યુનિવર્સિટી ના કૃષિ વૈજ્ઞાનિકોની સમયાંતરે વીજીટ દ્વારા હવે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુલ મળી ને ૨૭ જેટલા ગામોના ખેડૂતો ને આ સેવાનો સીધો લાભ મળશે..

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ અને સોલીડારીડાડ રીજીયોનલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ન્યુ દિલ્હી વચ્ચે કૃષિ અને સંલગ્ન વિષયોની આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજીનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૭ ગામોના ખેડૂતોમા પ્રસાર થાય તે માટે માન. કુલપતિશ્રી ડૉ. વી.પી.ચોવટીયા સાહેબ અને સંશોધન નિયામકશ્રી ડૉ. આર.બી.માદરીયાની ઉપસ્થિતિમાં ડૉ.એન.બી.જાદવ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી અને શ્રી કુમાર રાઘવેન્દ્ર, પ્રોગ્રામ મેનેજર (સોલીડારીડાડ) દ્વારા એમ.ઓ.યુ., કરવામાં આવેલ છે. આ તકે સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એચ.સી.છોડવડીયા, શ્રી નીતીશ ગાધે, સિનિયર મેનેજર, નાયરા એનર્જી, લિમિટેડ, તાલીમ સહાયક ડૉ.વી.જે.સાવલીયા, ડૉ. જે.એન.નારીયા કન્સલ્ટન્ટ અને ડૉ. તુષાર વાઘેલા કુમાર હાજર રહ્યા હતા એવું વ્રજલાલ ભાઈ રાજગોર ની યાદી માં જણાવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!