NARMADA

ડેડીયાપાડા સરકારી દવાખાનામાં ડોકટરને તમાચો મારનાર 2 શખશ વિરુદ્ધ ગુનો દાખલ

તાહિર મેમણ : પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા સરકારી દવાખાનામાં ડોકટરને તમાચો મારનાર 2 શખશ વિરુદ્ધ ગુનો દાખલ કરી ડેડીયાપાડા પોલિસી એ આગળની કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદ આપનાર તબીબ ચિંતનભાઇ નગીનભાઇ વલવી ડેડીયાપાડા સરકારી દવાખાના માં છ માસ થી મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે ! તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ સવારના આઠ વાગ્યા થી મારી ફરજ ઉપર ડેડીયાપાડા સરકારી દવાખાના માં હાજર હતો દવાખાના ડેડીયાપાડા ખાતે આશરે કલાક ૧૫/૪૫ વાગ્યા ના અરસા માં તાત્કાલીક વિભાગ
માં હાજર હતો તે વખતે બે ઇસમો આવેલા અને તે પૈકી એક ઇસમ જમણે ગળા ના ભાગે રુમાલ બાંધેલી હતી અને હાથ મા મોબાઇલ હતો અને રંગે શ્યામ વર્ણ નો હતો તે ઇસમ મને મોબાઇલ બતાવતો હતો અને મને કહેતો હતો
કે તમારુ શુ નામ છે અને આ મોબાઇલ માં તુ જ છે. તેમ કહી મને જમણા ગાલ ઉપર એક તમાચો મારી દીઘેલ અને કહેતા હતા કે હુ તારી વાત ચૈતરભાઇ વસાવા ને કરુ છુ તેમ કહી ને જતા રહયા હતા તે બાદ મે ડેડીયાપાડા
ખાતે આ બનાવ ની જાણ ટેલીફોનથી જાણ કરેલ અને આ બનાવ ની જાણ મે અમારા દવાખાના ના સુપ્રીમડૅન્ડ્ઝ મેડ મ ડો. એફ. આર.ગાંવીંત ને કરતા તે પણ દવાખાને આવી ગયા હતા અને તે બાદ અમારા સરકારી દવાખાનાના સી.સી
.ટી.વી કુટેજ ચેક કરતા મને જાણવા મળેલ કે મને લાફ મારનાર નુ નામ કિશનભાઇ વિષ્ણુભાઇ વસાવા રહે- દેશમુખ ફળીયુ પઠાર તા- વાલીયા જી- ભરુચ તથા બીજા ઇસમ નુ નામ હીરેનભાઇ હરીશભાઇ વસાવા રહે- મોદી ફળીયુ પઠા૨ તા- વાલીયા જી- ભરુચ નાઓનુ હોવાનુ જાણવા મળેલ હઅને હુ મારી તાત્કાલીક વિભાગ મા હાજર હતો. આજ રોજ દેડીયાપાડા પોલીસ સ્ટેશન માં આ બનાવ સબંધે ફરીયાદ આપેલી છે ને તેની તપાસગ ડેડીયાપાડા પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે !

Box

આ બાબતે ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ એ જણાવ્યુ હતું કે ડોક્ટરને તમાચો મારી મારુ નામ લેનાર આ વ્યક્તિ ને હું ઓંધકતો નથી ડેડીયાપાડા ના સરકારી ડોક્ટરો સાથે મારે અનેક વાર વાત અને મુલાકાત થાય છે ને તેમની કામગીરી સારી છે ! આ વ્યક્તિ ઓ મારુ ખોટો નામ લેતા હોય એમ લાગે છે !

ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!