GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વાત્સલ્યમ્ સમાચાર ઇન્પેકટ.ડેરોલ સ્ટેશનથી પીંગળી ફાટક સુધીનો રોડ ઉપર પડેલા ગાબડાઓનુ સમારકામ શરૂ.

 

તારીખ ૧૫/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભારે વરસાદની સ્થિતિ બાદ રોડ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હોય તંત્ર દ્વારા કોઇ તસ્દી લીધી ન લેતા જેને લઇ વરીષ્ઠ વકીલ પીપી સોલંકી કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીપળીને જોડતો રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલા નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલીઓ દૂર કરવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જે લેખીત રજુઆત અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે ડેરોલ સ્ટેશનથી પીપળીને જોડતો ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓની રિપેરિંગ સાથે પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેરોલ સ્ટેશનથી પીપળીને જોડતો આ રોડ રસ્તાઓને સત્વરે મરામત કરી જ્યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃરિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવતા પીપી સોલંકી દ્વારા વહિવટી તંત્ર સાથે સ્થાનિક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ મીડિયા કર્મીઓ નું આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે કાલોલ સહિતના તાલુકામાં ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મોટીસંખ્યામાં રોડ રસ્તાઓને અસર થઈ જ્યારે પાણી ઓસર્યુ છે. ત્યારે ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓને પુરણ કરવામાં આવ્યા નથી જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Back to top button
error: Content is protected !!