CHIKHLIGUJARATNAVSARI

ચીખલી તાલુકાના રાનકુવા ગામે સ્વચ્છતાની કામગીરી નાં ઉડ્યા ધજાગરા.

અંબાલાલ પટેલ – ચીખલી

સ્વચ્છતાની પોલ ખોલતું નવસારી માજી આરોગ્ય અધ્યક્ષનું જ ગામ રાનકુવા ની બોલતી તસ્વીર.

જ્યારે દેશભર માં સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા માટે અલગ અલગ અભ્યાનો ચલાવવામાં આવે છે. ત્યારે ખાસ કરીને રાજ્યમાં સરકાર સ્વચ્છતા પાછળ લાખો, કરોડો રૂપિયા અને સાધનોની ફાળવણી કરે છે.ત્યારે રાનકુવા ગામમાં ગંદકીનું સામ્રાજ્યની તસ્વીર જોતા એવું લાગે છે કે ગામના સરપંચશ્રી ,તલાટી શ્રી,તાલુકા પંચાયત સભ્યશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રી ની પણ ઘોર બેદરકારી સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.જ્યારે રાનકુવાના જાહેર ધોરીમાર્ગ પર મોટા પ્રમાણ માં દુર્ગંધ મારતી ગંદકીનું સામ્રાજ્ય જોઈ આ ઉપર નામ જોગ દર્શાવમાં આવેલ જવાબદાર લોકો ૨ ઓક્ટોબર સ્વચ્છતાની કામગીરીના દિવસે ઘોર નિદ્રા માં હોય એવું લાગે છે.જ્યારે સરકારને માહિતી આપવા માટે ગામ ના જ અને જિલ્લા પંચાયત ના સભ્ય બીજા ગામોમાં જઈ ફોટો સેશન કરી સરકાર સાથે પણ છેતરપિંડી કરી હોય એમ કહેવું ખોટું નથી.આ રાજ્ય ધોરીમાર્ગ રાનકુવા,ખારેલ રોડ, રાનકુવા ચીખલી રોડ અને રાનકુવા પોસ્ટ ઓફિસ અને આરોગ્ય કેન્દ્રની સામે જ મોટા પ્રમાણ માં અને કચરા ના ઢગલાં ની સાથે ગંદકી ને જોતા સ્પષ્ટ કહી શકાય કે આમ નાગરીક ના સ્વાસ્થ્ય માટે ગંભીર અને જીવલેણ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ?અને વાત રહી આરોગ્યની તો નવસારી જિલ્લા પંચાયત ના સભ્ય અને માજી આરોગ્ય અધ્યક્ષનુ જ ગામ રાનકુવા છે.તો એક મોટો પ્રશ્ન છે કે આરોગ્ય અધ્યક્ષ રહી ચૂકેલા ગામ ના નેતાજી ને જ એમના ગામની જનતાની આરોગ્યની ચિંતા નથી કે કેમ? રાનકુવા ગામના લોકો પરથી પ્રાપ્ત માહિતી મુજબ આ કચરો આજુ બાજુની સોસાયટી અને આજુબાજુના નાસ્તા સેન્ટર તેમજ, શાકભાજી તેમજ અન્ય દુકાનદારો પ્લાસ્ટિકની કોથળીઓ,વાસી તેમજ એઠવાડ ખોરાક,લીલો સુકો કચરો દિવસે,રાત્રે ફેંકી જાય છે. ત્યારે ગામ લોકો નું કહેવું છે કે રાનકુવા ગ્રામ પંચાયત સફાઈ વેરો ઉઘરાવે છે.પંચાયત ગામમાં કચરો ઉઠાવવા સાધનો ની ફાળવણી કરવામાં આવે છે.અને લીલા સૂકા કચરા માટે કચરા પેટીઓ પણ પંચાયત ઓફીસ માં જ ધૂળ ખાય છે.તો હવે ગામના લોકો હવે સ્વછતા માટે સીધી આંગળી પંચાયત પર કરે છે અને જવાબદાર ઠેરવે છે. ત્યારે
ખાસ વાત રહી સફાઈ ની તો સફાઈ મંદિરોમાં નહિ પણ જાહેર જગ્યાઓ પર જરૂરી છે જે આ સફાઈની પોલ ખોલતી બોલતી તસ્વીરો છે એ જોઈ શકો છો. ત્યારે આ રાનકુવા ગામે મુખ્ય માર્ગ પર જ કચરો અને ગંદકી ની બાબત અનેક વાર અલગ અલગ સમાચાર પત્રકો માં પ્રકાશીત થયાં બાદ પણ પદાધિકારીઓ નું પેટ નું પાણી હલતું નથી. ત્યારે તાત્કાલીક ધોરણે આ સફાઈ કરવી જરૂરી જણાઈ રહ્યું છે.ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ ગંદકીનું સામ્રાજ્ય ને ક્યારે દૂર કરવામાં આવશે.

બોક્સ.૧
માજી આરોગ્ય અધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ (રાનકુવા) ને ફકત અને ફકત ફોટો સેશન નો રંગ લાગ્યો હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.ત્યારે બીજા ગામ જઈ ફોટો સેશન માટે હાથમાં ઝાડુ પકડી લીધું અને પોતાના જ ગામ રાનકુવા ની સ્વચ્છતા ભૂલ્યા.

બોક્સ.૨
સ્વચ્છતા ની વાત કરીએ તો ફકત રાનકુવા ગામે જ નહી નવસારી જિલ્લાના અનેક વિસ્તારો અસ્વચ્છ જોવા મળે છે. ત્યારે સંભવિત તંત્ર આ બાબત ને ગંભીતાપૂર્વક લઈ કોઈ નક્કર પગલાં લેવડાવે એ હાલ સમય ની માગ ઉઠવા પામી છે. જો આ બાબત ને ગંભીરતા પૂર્વક નહી લેવામાં આવે તો આવનારાં દિવસોમાં સ્વચ્છતા અને ગંદકી ની બાબત એક પડકારરૂપ બની જશે. ત્યારે વહિવટી તંત્ર કોઈ ચોક્કસ પગલાં લેવડાવશે કે કેમ એ જોવું રહ્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!