જામનગર શાળા નં-૧૮ આંતરશાળા રાસ ગરબા હરીફાઈમા વિજેતા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા આંતરશાળા રાસ ગરબા હરીફાઈ યોજવામા આવી હતી. રાસ ગરબા હરીફાઈમા કન્યા શાળામાં શાળા નં-૧,૧૦,૬૦,૧૮,૨૦ અને કુમાર શાળા નં-૩૭,૨૧ અને ફાઇનલમાં કુલ ૫ કન્યા અને 3 કુમાર શાળા વિજેતા થઇ હતી. શાળા નં ૧૮ ના રાસની કોરીયોગ્રાફી પરીતાબેન કુંડાલિયા, પુષ્પાબેન કપુરિયા, હિરલબેન પંડ્યા અને રીનાબેન દેસાણીએ કરી હતી. આ કાર્યક્રમમા ધારાસભ્યશ્રી દિવ્યેશભાઇ અકબરી અને રીવાબા જાડેજા, મેયર શ્રી, વિનોદભાઇ ખિમસુર્યા, સ્ટેંન્ડીગ કમીટી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા અને ભાજપના પદાધિકારીઓ , નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો . ઉપસ્થિત મહાનુભાવો અને ન. પ્રા.શિ.સ.ના અધ્યક્ષ મનિષભાઇ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, સભ્યશ્રીઓ, કે.નિ.શ્રી રાજુભાઇ દવે એ વિજેતા શાળાને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. સાંસદ, પુનમબેન માડમ, ધારાસભ્ય, દિવ્યેશભાઇ અકબરી તરફથી તમામ બાળકોને ઇનામ આપવામા આવ્યા હતા. શાળાના આચાર્ય દિપક પાગડાએ ન. પ્રા.શિ.સ.ના આ ભવ્ય આયોજન તથા બાળકો અને શિક્ષકોની મહેનતને બિરદાવી હતી.






