GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરના DGP જમન ભંડેરીનું શિવકથા દરમ્યાન સન્માન

લંકેશબાપુની રાજકોટની કથામાં સન્માન પ્રસાદથી ધન્ય શ્રી જમન સરે કહ્યુ, ” આ સન્માન મારા માતા પિતાને અર્પણ કરુ છું આ સંસ્કારોનુ સન્માન છે આ ભક્તિનુ સન્માન છે આ મહાદેવની કૃપાનો પ્રસાદ છે…..”

જામનગર (ભરત ભોગાયતા)

એમ કહેવાય છે કે અનેક પુણ્યો થકી મનુષ્ય જન્મ મળે છે આ મનુષ્ય દેહ માટે માતા-પિતા ,પિતૃઓ,કુલગુરૂ વગેરેના આશિર્વાદ હોય છે અને ઇશ્ર્વરની અનુકંપા હોય છે હવે માનવ દેહ મળે અને સાથે સાથે ભક્તિનો રંગ ચઢે તો તો જીવન સુગંધીત જ થઇ જાય ને?? કુદરત કૃપા કરે એટલે મનુષ્ય સદગુણો,સંસ્કૃતિ અને સાધનાનો ત્રિવેણી સંગમ બને છે

આ વાત છે જામનગરના ડીજીપી(ડીસ્ટ્રિોક્ટ ગવર્નર પ્લીડર) અને મુખ્ય જિલ્લા સરકારી અધીકારી શ્રી જમન ભંડેરી સાહેબની, સદાય સ્મિત,સાદગી,ડાઉન ટુ અર્થ સાથે પોસ્ટને સંપુર્ણ ન્યાય,ન્યાયાલયમાં એક આગવી ઇમેજ અને પ્રસિદ્ધિનો તો મોહ જ નહી તેવા શ્રી જમનસર ને બાળપણથી શિવભક્તિની લગની લાગી ગઇ,પરીવારના અને પુર્વજન્મના સંસ્કારથી તેઓ આ રીતે ભક્તિમય રહ્યા આ ભક્તિની ઉર્જાથી તેઓ ઉતરોતર પ્રગતિ કરતા જ રહ્યા અને સફળ થતા રહ્યા.

અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ મસ્ત રહેતા શ્રીજમનસર કથાઓ સહિતના જ્ઞાનયજ્ઞો ,ભક્તિયજ્ઞો પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવે છે ત્યારે જીવન ધન્ય કરનારા શ્રી જમનભાઇ રાજકોટમાં પૂજ્ય લંકેશબાપુના વ્યાસાસને ચાલતી શિવકથામા કથામૃત પાન કરવા ગયા હતા ત્યાં આયોજકોને ખબર પડી ગઇ અને શ્રી જમનસરની વિશેષ નોંધ લીધી તેઓની શિવભક્તિની નોંધ લેવાઇ અને પૂજ્ય શ્રી લંકેશબાપુએ પ્રસાદનો ખેસ પહેરાવી શ્રી જમનસરનું સન્માન કર્યુ,શ્રી જમનસરે શ્રી પોથીજી,શ્રી વ્યાસગાદી અને પૂ.બાપુને સાદર વંદન કર્યા અને પૂ.બાપુના આશીર્વાદ મેળવ્યા હતા

આ રીતે જામનગરના DGP જમન ભંડેરીનું શિવકથા દરમ્યાન સન્માન થયુ પૂજ્ય શ્રી લંકેશબાપુની રાજકોટની કથામાં સન્માન પ્રસાદથી ધન્યતા અનુભવી શ્રી જમન સરે કહ્યુ, ” આ સન્માન મારા માતા પિતાને અર્પણ કરુ છું આ સંસ્કારોનુ સન્માન છે આ ભક્તિનુ સન્માન છે આ મહાદેવની કૃપાનો પ્રસાદ છે…..”

ઉલ્લેખનીય છે કે શ્રી લંકેશબાપુ યુવાન વયમાં જ પુર્વના સંસ્કારોથી શિવના પરમ ભક્ત છે તેઓશ્રી શિવ તત્વના લૌકિક અને અલૌકિક પાસાઓ ખૂબ સરળ રીતે રજુ કરે છે અને કથા સાંભળવા આવતા શ્રોતાઓ એકરસ થઇ બાપુશ્રીની દિવ્ય વાણીનો મંત્રમુગ્ધ થઇ લ્હાવો લેતા હોય છે ખૂબજ ખ્યાતિપ્રાપ્ત શ્રી લંકેશબાપુ વિષે એમ કહેવાય છે કે તેઓનું જપ-તપ-ધ્યાન ઋષિ પરંપરાનું છે તેઓનુ દિવ્ય તેજ આંજી દે તેવુ છે જે નિરંતર થતા જપયજ્ઞનો પ્રભાવ છે આવા ઉર્જાના સ્વરૂપ સમાન પૂજ્ય બાપુના આશિર્વાદ મેળવી શ્રી જમન ભંડેરી સાહેબએ ધન્યતા અનુભવી કેમકે તેઓ પણ પ્રખર શિવભક્ત છે અને ઘરમાં ભવ્ય અને દિવ્ય શિવપૂજાનુ મંદિર રાખ્યુ છે જ્યા સન્મુખ બેસી પૂજન અર્ચન સ્તુતિ મંત્રોચ્ચાર ધ્યાન જાપ વગેરે કરી સમગ્ર સૃષ્ટીના કલ્યાણની નિત્ય કામના કરે છે. આવા શિવભક્ત ધન્ય છે.

_______________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!