MORBI:મોરબી જિલ્લો વિવિધ યોજનાની કામગીરી મામલે ઓવર ઓલ રેંક્માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

MORBI:મોરબી જિલ્લો વિવિધ યોજનાની કામગીરી મામલે ઓવર ઓલ રેંક્માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે
ગુજરાત સરકાર દ્વારા દર મહિને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનુ મુલ્યાંકન મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી ઓનલાઇન પોર્ટલ CM-DASH BOARD દ્વારા થતુ હોય છે. જેમા શિક્ષણ ,આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીના આધારે ગુજરાત કક્ષાએ વિભાગ વાઇઝ તેમજ ઓવર-ઓલ રેંક નક્કી કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ જુલાઇ-૨૦૨૪ અંતીત કામગીરીમા મોરબી જિલ્લો ઓવર ઓલ રેંક્માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે. પ્રજાપતીએ ફેબ્રુઆરી-૨૦૨૪ માં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર ૬ મહિના જેવા ટુંકા સમયગાળામાં આ સિદ્ધી હાંસલ કરીને સમગ્ર રાજ્યમા પ્રથમ વખત મોરબી જિલ્લાને પ્રથમ રેંક પર લાવીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનુ ગૌરવ વધાર્યુ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી તેમજ દરેક વિભાગના કર્મચારીઓને આપતા જણાવ્યુ છે કે જિલ્લા પંચાયતના દરેક વિભાગની દરેક યોજનાકીય કામગીરી દરેક વિભાગના અધિકારી તેમજ કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી.CM-DASH BOARD પર શિક્ષણ વિભાગમાં જુલાઇ-૨૦૨૪ અંતીત મોરબી જિલ્લો જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા તેમજ તેમના વહીવટી સ્ટાફથી માંડીને તમામ શિક્ષકોની મહેનતથી પ્રથમ ક્રમે આવેલ છે. એ જ રીતે આરોગ્ય વિભાગમાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. ડી. બી. મહેતાના માર્ગ્દર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર,મેડીકલ ઓફિસર, ફાર્મા સીસ્ટ,લેબ ટેક, MPHS, MPHW,CHO,FHS,FHW ની કામગીરી થકી CM-DASH BOARD પર જુલાઇ-૨૦૨૪ અંતીત મોરબી જિલ્લો પ્રથમ ક્રમે આવેલ છે.પંચાયત અને ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન. એસ. ગઢવી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન. ડી. કુગસીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા CM-DASH BOARD પર દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરેલ છે.અગાઉ ફેબ્રુઆરી-૨૦૨૪ માં મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કારભાર સંભાળ્યા બાદ માત્ર બે માસના ટુંકા સમયમાં માર્ચ ૨૦૨૪ અંતીત પંચાયત વેરા વસુલાત ક્ષેત્રે પણ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓના સહકારથી સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ.આમ જિલ્લા પંચાયતના દરેક અધિકારી તેમજ પાયાના દરેક કર્મચારીની મહેનતથી શિક્ષણ ,આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી CM-DASH BOARD પર જુલાઇ-૨૦૨૪ અંતીત મોરબી જિલ્લો પ્રથમ રેંક પર આવ્યાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ છે.







