GUJARAT
શિનોર ખાતે જન્માષ્ટમીના પર્વની આનંદ અને હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધાપૂર્વક ઊજવણી કરાઇ
ફૈઝ ખત્રી..શિનોર શિનોર શ્રી રણછોડજી મંદિર ખાતે, મંદિર ટ્રસ્ટ તથા શિનોર ગામના યુવાનો ધ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ ને ભારે શ્રધ્ધા અને હર્ષોલ્લાસ વચ્ચે મનાવ્યો હતો. તો બીજીતરફ પુનિયાદ ગામે આવેલ શ્રી તારકેશ્વર મંદિર ખાતે ,ઢોલિયાના ના તાલે,હાથી ઘોડી પાલખી,જય કનૈયા લાલ કી અને નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયા લાલ કી ના જય ઘોષ વચ્ચે મટકી ફોડી શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વ ને મનાવ્યો હતો.. આમ શિનોર પંથક મા શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વ ને મનાવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા..






