GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણીમાં પાંચ બેઠક પર ભાજપ, એક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા

તા.૧૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં પાંચ બેઠક પર ભાજપના ઉમેદવાર, જ્યારે એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી સાથે રાજકોટ જિલ્લાની ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી. જેના માટે ૧૬મી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.
આજે મતગણતરી બાદ આ છ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગોંડલ તા.પં.ની સુલતાનપુર, ઉપલેટાની મોટી પાનેલી, જસદણની આંબરડી તથા ભાડલા, જેતપુરની પીઠડીયા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જ્યારે ઉપલેટાની ડુમિયાણી બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે, તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે.


