GUJARATJETPURRAJKOT

Jasdan: જસદણ ખાતે મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા યોજાઇ

તા.૨૬/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jasdan: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારમાં તા. ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે જસદણ શહેરમાં રાજકોટ અધિક કલેટર અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ શ્રી શિવમ સ્કુલમાં મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિને લગતા પોસ્ટર બનવવામાં આવ્યા અને સ્કુલના આજુબાજુના વિસ્તારમાં રેલી સ્વરૂપે મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી જયેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ અને શાળાના સંચાલકશ્રી હિતેશભાઈ રામાણી અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!