GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈએ જસદણ તાલુકામાં વિકાસ કામનું ખાતમુહૂર્ત કર્યું

તા.૧૯/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૨ કરોડનાં ખર્ચે ઘેલા સોમનાથ-નવાગામ રોડ પહોળો અને મજબૂત બનાવાશે

જસદણ-વિંછીયા વિસ્તારને વિકસિત, સમૃદ્ધ, હરિયાળો અને આત્મનિર્ભર બનાવવા સરકાર કટિબદ્ધ: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot, Jasdan: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના ગોપાલધામ ખાતે ઘેલા સોમનાથ-નવાગામ રસ્તા(વાઈડનીંગ)નું ખાતમુહૂર્ત કરાયુ હતું

રૂ.૨ કરોડનાં ખર્ચે ઘેલા સોમનાથ-નવાગામ રોડ પહોળો અને મજબૂત કરાશે, તેમજ રોડ પર આવતા નાલિયા સરખા કરાશે. રોડ પહોળો બનતા આસપાસનાં ગામ લોકોને વાહન ચલાવવામાં સરળતા રહેશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ઘેલા સોમનાથ મંદિર તરફ ઉદભવતી ટ્રાફિક સમસ્યા હળવી થશે.

ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતુ કે, જસદણ-વિંછીયા વિસ્તારને વિકસિત, સમૃદ્ધ, હરિયાળો અને આત્મનિર્ભર બનાવવા સરકાર કટિબદ્ધ છે. સિંચાઈનાં અને પીવાનાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ચુકી છે. સૌની યોજનાથી આ પંથક પાણીદાર બની રહ્યો છે. ગોપાલધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જસદણ-વિંછીયા તાલુકામાં સરકારી શાળાઓમાં સુવિધા, ગામે ગામ આરોગ્ય કેન્દ્ર, રોડ રસ્તા, પશુ દવાખાના, પીવાનું અને સિંચાઈનું પાણી સહિત જરૂરિયાત પુરી કરી આ વિસ્તારને વિકસિત બનાવવા સરકાર પ્રતિબધ્ધ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે.ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વિકાસલક્ષી કામોની હરમાળા બનાવી રહ્યું છે. વિકાસ કામોનાં ફળ ગામેગામ પહોચી રહ્યાં છે.

ગોપાલધામનાં શ્રી દિલીપભાઈ શુક્લએ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્રારા કરાતા વિકાસનાં કામોની સરાહના કરી હતી.

અગ્રણી શ્રી અશ્વિનભાઈએ જસદણ-વિંછીયા તાલુકામાં કરાયેલા વિકાસનાં કામો, પ્રગતિ હેઠળના કામો તથા થનાર કામોની ગાથા રજૂ કરી હતી. આ પંથકને વિકસિત બનાવવાના સ્વપ્નને સાર્થક કરવા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અથાગ મહેનત કરી રહ્યા છે તેમ અગ્રણીશ્રીએ વધુમાં કહ્યું હતુ.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી, અગ્રણી દેવરાજભાઈ, ખોડાભાઈ, સોનલબેન, જાનીભાઈ, અમરસિંહભાઈ, નાથાભાઈ, કાળુભાઈ,અશોકભાઈ સહિત વિવિધ ગામોનાં સરપંચશ્રીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!