Jasdan: જસદણ નગરપાલિકામાં સઘન સ્વચ્છતા સાથે શહેર બ્યુટીફિકેશનની કામગીરી વેગવાન

તા.૫/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સ્વચ્છ ભારત મિશન ૧.૦ અને ૨.૦ અંતર્ગત ચીફ ઓફિસરશ્રીએ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈની કામગીરી અવિરત ચાલી રહી છે. જે અન્વયે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સઘન સફાઈ કામગીરી સાથે શહેરમાં બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે જસદણ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં કચરાના જોખમી ઢગલા અને હયાત લેગેસી વેસ્ટના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત વોલ પેઇન્ટિંગ અને ભીંત સૂત્રો થકી નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય તે માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે.
સ્વચ્છતાની સાથેસાથે શહેરમાં આઇકોનિક રોડ બનવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત મિશન અર્બન ૧.૦ અને ૨.૦ અંતર્ગત જસદણના ચીફ ઓફિસરશ્રી, સેનેટરી ઇન્સ્પેટરશ્રી, સીટી મેનેજરશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ કાર્યરત પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.






