Jasdan: સ્વચ્છોત્સવ – ૨૦૨૫ જસદણ શહેરમાં જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ક્રિષ્ના સ્કૂલ ખાતે સ્વચ્છતા વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
નગરપાલિકા સ્ટાફે સફાઈ કરી ચિતલીયા રોડ ચોખ્ખોચણાક કર્યો
Rajkot, Jasdan: દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છ ભારત મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા. ૦૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ ઝુંબેશનું આયોજન કરાયું છે. જે અન્વયે સમગ્ર ગુજરાતમાં તા. ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકા દ્વારા ક્રિષ્ના સ્કૂલ ખાતે સ્વચ્છતા વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંબંધિત નાટકો અને ગીતો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિતોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતાં. આ ઉપરાંત, નગરપાલિકા પ્રમુખ, અધિકારીઓ સહિત સ્ટાફે ચિતલીયા રોડ પર સાફસફાઈ કરીને, રસ્તો ચોખ્ખોચણાક બનાવ્યો હતો. આમ, જસદણ શહેરમાં જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે.