કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના ડાભા ગામે કરુણાતીકા સર્જાઈ જેમાં વીજ કરંટ લાગતા પિતા પુત્રના મોત નીપજ્યા હતા
મળતી વિગતો મુજબ બાયડ તાલુકાના ડાભા ગામે ઘર આગળ બાંધેલા કપડાં સૂકવવાના તારથી કરંટ આવતા પિતા પુત્ર ના મોત નીપજ્યા હતા 45 વર્ષીય ભુપતસિંહ તેમજ તેમના પુત્ર વિરેન્દ્રસિંહ કપડાં સૂકવવાના તારને અડતા કરંટ લાગ્યો હતો તેમજ ભુપતસિંહના પત્ની કૈલાશબેન પણ પિતા પુત્રને બચાવવા જતા કરંટની જપેટમાં આવતા ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવાન પુત્ર અને પિતાનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી પરિવારજનોના હૈયાફાટ રુદન થી પથ્થર દિલ હદયના માનવીના પણ આશુ સરી પડે એવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા
બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ પિતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા