GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે ૨ લાખની છેતરપિંડી

MORBI:મોરબી વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે ૨ લાખની છેતરપિંડી

 

 

મોરબીમાં વર્ષ ૨૦૨૩ માં બનેલ રૂપિયા ૨ લાખની છેતરપિંડીના બનાવ બાબતે ભોગ બનનાર મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે..

મળતી માહિતી અનુસાર, વાવડી રોડ શ્રીજી સોસાયટીમાં રહેતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ ઉવ.૩૩ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મોરબીના શનાળા રોડ જયદીપ કંપનીની ઓફીસ ખાતે બનેલ બનાવમાં શિલ્પાબેન પોતાનું વોટ્સએપ ચાલુ કરવા માંગતા હોય જે બાબતે તેઓને આરોપી વોટ્સએપ મોબાઇલ નંબર ધારકે ફોન કરી વોટ્સએપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી શિલ્પાબેનના મોબાઇલમાં ‘એવલ ડેસ્ક’ નામની એપ્લિકેશન ઇસ્ટોલ કરાવી હતી ત્યારબાદ શિલ્પાબેનના મોબાઇલમાં બેંકનું ડેબીટ કાર્ડ ગુગલ સ્કેન દ્રારા સ્કેન કરાવ્યુ હતું. જે ડેબિટ કાર્ડ સ્કેન કરતાની સાથે જ શિલ્પાબેનના એચડીએફસીના બેંક ખાતામાંથી અલગ અલગ ચાર બેંક ખાતામાં કુલ રૂ.૨ લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. જે મુજબની ફરિયાદને આધારે પોલીસે હાલ સમગ્ર છેતરપિંડીના બનાવ મામલે આરોપીઓને શોધવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!