GUJARATJASDALRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ ખાતેના જીલેશ્વર પાર્ક અને “રેન બસેરા”નું કરાયું લોકાર્પણ

તા.૨૫/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૩૪ લાખના ખર્ચે બનેલા જસદણ ખાતેના જીલેશ્વર પાર્ક અને રૂ. ત્રણ લાખના ખર્ચે બનેલા “રેન બસેરા”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જસદણના જીલેશ્વર પાર્કનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં નવા નંખાયેલા બાંકડાઓ, હીંચકા, લપસિયા, પાર્કની દિવાલો પર રંગબેરંગી ચિત્રો, વિવિધ વૃક્ષો અને છોડોથી ઘેરાયેલા પાર્ક ખાતે આહલાદક વાતાવરણ પૂરું પાડશે , જેનાથી બાળકો, નાગરિકો સિનિયર સીટીઝનો શાંતિનો અનુભવ કરાવશે.
જસદણ ખાતેના કબ્રસ્તાન પાસે રૂ. ત્રણ લાખના ખર્ચે બનેલા “રેન બસેરા”માં નદી કાંઠા અને નાળા વિસ્તારમાં રહેતા લોકોને કુદરતી આફતોના સમયે આશરો લઈ શકશે, જેમાં લાઈટ, પંખા, શૌચાલય, બાથરૂમ અને બારીઓની સુવિધા ઉપલબ્ધ છે.





