અંબુજા સિમેન્ટ્સે વાર્ષિક 100 મેટ્રિક ટન ક્ષમતાનો આંક વટાવ્યો
વાર્ષિક ધોરણે કર બાદનો નફો 9% વધી રૂ.5,158 કરોડે પહોંચ્યો
અમદાવાદ,૨૯ એપ્રિલ૨૦૨૫:વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બાંધકામ સામગ્રી કંપની અંબુજા સિમેન્ટ્સએઅંતિમ ક્વાર્ટર અને 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા સંપૂર્ણ વર્ષ માટે એકીકૃત ધોરણે તેના સંગીન નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
આ સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમ સૌથી વધુ 10% વધી 65.2 મિલીયન ટન થયું છે. જ્યારે વાર્ષિક ધોરણે આવક સૌથી વધુ 6% વધીને રૂ.35,045 કરોડ થઇ છે. વાર્ષિક ધોરણે એબિટ્ડા 10% ઉંચો રહેવા સાથે રૂ.1,868 કરોડ રહ્યો છે.એકીકૃત કર બાદનો નફો 75% ઉંચો રહી રુ.929 કરોડ વધ્યો છે. રોકડ અને રોકડ સમકક્ષ રુ.10,125 કરોડ રહી છે.ક્વાર્ટર દરમિયાન EPS રુ.3.88 રહ્યો છે.કંપનીએ ઇક્વિટી શેર્સ દીઠ રૂ.2. ડિવિડન્ડ જાહેર કર્યું છે.
અંબુજા સિમેન્ટસના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે અંબુજા સિમેન્ટસની કામગીરીની સફરમાં આ વર્ષમાં અમે વાર્ષિક 100 મેટ્રિક ટનની ક્ષમતા વટાવીને એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.વધુમાં દેશભરમાં અમારી વિસ્તરણની કામગીરી વિવિધ તબક્કે ચાલી રહી છે, જે નાણાકીય વર્ષ –2026 ના અંત સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 118 મેટ્રિક ટનના આંકને હાંસલ કરવામાં મદદ કરશે. આ એક નોંધપાત્ર કદમ છે જે અમોનને 2028ની સાલ સુધીમાં વાર્ષિક 140 મેટ્રિક ટનના અમારા લક્ષ્યની નજીક લાવશે.વાર્ષિક 100 મેટ્રિક ટન એ માત્ર એક સિમાચિહ્ન સંખ્યા જ નથી,પણ તે અમારી મહત્વાકાંક્ષા, સ્થિતિસ્થાપકતા અને હેતુનું ચિહ્ન છે.જેમ જેમ ભારત 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટેનો પાયો બનાવી રહ્યું છે તેની સાથે કદમ મિલાવી અમે દેશના માળખાકીય સુવિધાના નિર્માણમાં અમારી ભૂમિકા માટે પ્રતિબદ્ધ છીએ જે વિકાસને સશક્ત બનાવે છે, સમુદાયોને જોડે છે અને આવતીકાલની હરિયાળીને ટેકો આપે છે. ‘હમ કરકે દિખાતે હે’ હેતુ દ્વારા સંચાલિત અને પ્રગતિ દ્વારા વ્યાખ્યાયિત છે.
આ સમય ગાળામાં પશ્ચિમ બંગાળના ફરાક્કામાં વાર્ષિક 0.5 મેટ્રિક ટનનું વિવિધ છોડમાં ડિબોટલેનેકિંગ કરતું વાર્ષિક 2.4 મેટ્રિક ટન ક્ષમતાનું બ્રાઉનફિલ્ડGUનું વિસ્તરણની સફળતાપૂર્વક શરુઆત કરી છે.ઓરિએન્ટ સિમેન્ટનું હસ્તાંતરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. વાર્ષિક 100 મેટ્રિક ટન સાથે અંબુજા હવે વિશ્વની સૌથી મોટી નવમી સિમેન્ટ કંપની છેક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 13%ની સૌથી વધુ વૃધ્ધિ સાથે ત્રિમાસિક વોલ્યુમ વૃદ્ધિ વાર્ષિક 18.7 મિલીયન ટન થઇ છે.
આ સમયગાળામાં એબિડ્ટા મેટ્રિક ટન દીઠ 18.9% માર્જિન પર રુ.1,001 રહ્યો છે. જે ગત વર્ષના ત્રીજા કવાર્ટરમાં મેટ્રિક ટન દીઠ(બિન-પુનરાવર્તિત રૂ. 826 કરોડની સરકારની ગ્રાન્ટને બાદ કરતાં) રુ.537 રહ્યો છે.
રિન્યુએબલ એનર્જીમાં 299 મેગાવોટ વીજળી (200 મેગાવોટ સૌર/99 મેગાવોટ પવન) કાર્યરત કરવામાં આવી છે. જે જૂન 2026 સુધીમાં આયોજિત કુલ 1000 મેગાવોટમાંથી પ્રાપ્ત કરવા સાથે સંતુલન સાધે છે.વર્ષ દરમિયાન નેટવર્થમાં રૂ12,969 કરોડ વધારો થતા કુલ રૂ 63,811 કરોડ થઇ છે કંપની દેવું મુક્ત રહી છે.