GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ શહેરને સ્વચ્છ રાખવા નાટક ભજવાયુ, પરંપરાગત માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો

તા.૧૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જસદણ શહેરમાં સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા સ્વચ્છતા લક્ષી કામગીરી હાથ ધરાઈ રહી છે. ‘‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪’’ના ભાગરૂપે શહેરના વિવિધ માર્ગો પર સ્વચ્છતાલક્ષી બેનર્સ લગાવવા, સ્વચ્છતા બાબતે લોકોને અપીલ કરવી વગરે કામગીરી દ્વારા સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે શેરી નાટકનું આયોજન કરાયુ હતું. નાટક દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ નગરપાલિકા, સ્વચ્છ ભારત મિશન શહેર, વિવિધ સંસ્થાઓ તેમજ સ્વચ્છતા પ્રેમી નાગરિકો દ્વારા સમગ્ર જસદણને સ્વચ્છ રાખવા સ્વચ્છતાલક્ષી કામગીરી કરવાની સાથે લોક જાગૃતિ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.




