GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત બનતા સરપંચનું સન્માન
તા.૨૯/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સરપંચને એવોર્ડ એનાયત
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત થયું છે. આ સિદ્ધિ બદલ રાજ્યના પાણી પુરવઠા અને જળસંચય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગામના સરપંચ શ્રી અશોકભાઈ ચાંવનું સન્માન કરવામાં આવ્યું હતું.
એક સમયે અસાધ્ય ગણાતો ક્ષય રોગ આજે આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને દવાઓના કારણે મટાડી શકાય છે. ટીબી મુક્ત પંચાયતને સન્માનિત કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ક્ષય કેન્દ્ર દ્વારા ૨૪ માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે અંતર્ગત ગોડલાધાર ગામને ક્ષયમુક્ત જાહેર કરાયું હતું. આ સિદ્ધિ બદલ ગ્રામ પંચાયતના સરપંચનું સિલ્વર મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું.