GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ તાલુકા કક્ષાની ઓપન વય જૂથ બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઇ

તા.12/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot, Jasdan: ખેલમહાકુંભ અંતર્ગત જસદણ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. ઓપન વય જૂથ બહેનો વિભાગની આ સ્પર્ધામાં સુપર સ્ટાર કોઠી ટીમ વિજેતા બની હતી. વિજેતા બનેલી ટીમ રાજકોટ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ કૌવત બતાવશે. વિજેતા ખેલાડીઓ, ટીમ અને કોચને આ તકે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ખેલમહાકુંભ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે.




