Jasdan: ” શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫” ગોડલાધારમાં બાયોટેક્નોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શ્રી ગોડલાધાર પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશનના ડાયરેક્ટર દિગ્વિજયસિંહજી જાડેજા (આઈએએસ)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ તકે ગામના સરપંચશ્રી અશોકભાઈ ચાવે દિગ્વિજયસિંહજી જાડેજાને સોમનાથ દાદાની પ્રતિમા આપી સન્માન કર્યું હતું.
શાળામાં બાલવાટીકામાં પ્રવેશ પામતા ભૂલકાઓને વિદ્યારંભ અને ધો.૧ માં શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના તમામ માતા-પિતા, વાલીઓ, સરપંચશ્રી અશોકભાઈ એમ ચાવ તથા ગોડલાઘાર ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. ટ્રાફિકના નિયમોના શપથ લેવાયા હતા અને વૃક્ષારોપણ કરાયુ હતું.
નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અને અધીક્ષકશ્રીના અંગત સચિવ રાજકોટ શ્રી એસ.કે.સોલંકી, મામલતદારશ્રી આઇ.જી.ઝાલા , શિક્ષકો, વાલીઓ, આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




