શહેરા નગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ, બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ઉજવણીનો ધાર્મિક માહોલ જામી ગયો છે. શહેરાના ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું હર્ષોલ્લાસ સાથે ભવ્ય આગમન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાડા બાયપાસથી મુખ્ય બજાર અને ત્યારબાદ જાગેશ્વર મહાદેવ મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આગમન યાત્રાનું આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મંડળના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ડીજેના તાલે યુવાનો અને ભક્તો ઉત્સાહભેર નાચ્યા હતા. ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આગમન યાત્રાનું સમાપન જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે થયું હતું,આગામી દિવસોમાં ભક્તો પૂજા-અર્ચના, આરતી અને ભજન-કિર્તનમાં જોડાઈને ગણેશ મહોત્સવની ઉજવણી કરશે. આ ભવ્ય કાર્યક્રમથી શહેરા નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.