GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જસદણમાં નેચર ક્લબ દ્વારા જીલેશ્વર પાર્કને સ્વચ્છ અને રમણીય બનાવવા પ્લાસ્ટિક કચરો એકઠો કરાયો

તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ‘વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫’ની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં જનભાગીદારીથી ‘પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જસદણ શહેરમાં જીલેશ્વર પાર્ક ખાતે નેચર ક્લબ દ્વારા સાફસફાઈ કરવામાં આવી હતી.
જેનો ઉદ્દેશ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણ સંરક્ષણમાં જનસમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ જીલેશ્વર પાર્કમાં ફેલાયેલા પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાની કામગીરી કરાઈ હતી. ત્યાર બાદ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી, જીલેશ્વર પાર્ક સ્વચ્છ અને રમણીય બન્યો છે. આ તકે ક્લબના સભ્યો ઉપરાંત જાગૃત નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા.





