BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

કિચન ગાર્ડન થી પ્રગતિશીલ ખેડૂતની સફરત્ય કરતા જશોદાબહેન તરબદા.

વિશ્વ મહિલા દિવસ પર આજે વાત કરીશુ પ્રગતિશીલ મહિલા ખેડૂતની. આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકૃતિક કૃષિની માહિતી મેળવી કિચન ગાર્ડનથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના વતની જશોદાબહેન તરબદા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જશોદાબહેનના પતિ વર્ષોથી રસાયણીક ખેતી કરતા હતા.જશોદાબહેનને ખેતીમાં કઇ નવુ કરવાનો વિચાર આવ્યો. તેમણે મંગલભારતી અને આત્માના ખેડૂત સમેલનમાં જવાનું શરૂ કર્યુ. તમામ સમેલનમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવતી હતી.

મંગલભારતી અને આત્મા પ્રોજકટના ખેડૂત સમેલનમાંથી પ્રેરણા લઇને જશોદાબહેનને કિચન ગાર્ડન બનાવી શાકભાજી વાવવાની શરૂઆત કરી. શાકભાજી પાકતા ઘરે બનાવી પરિવારને જમાડી. પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજીનો સ્વાદ અને તેના ફાયદા સમજાતા જશોદાબહેને ૧૯ વીધા જમીનમાંથી થોડી જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. આમ ઘર આગણે તૈયાર કરેલા કિચન ગાર્ડનમાં સફળતા મળતા ખેતરમાં પાક વાવવાની પહેલ કરી.

પ્રાકૃતિક કૃષિથી પાક લેવાની માહિતી આપતા જશોદાબહેનને કહ્યુ કે, ખેતરમાં વાવણી કરતા પહેલા જમીનમાં ઘનજીવામૃત આપુ છુ, બીજોને બીજામૃતથી તૈયાર કરી વાવુ છુ.પાકને પાણી છોડવાના ક્યારામાં જીવામૃત પાણી સાથે આપુ છુ. પાક પર જીવાતથી રક્ષણ મળે તે માટે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો છટકાવ કરુ છુ. મકાઇ, તલ,મગ, શાકભાજી, ઘઉંનો પાક લઉ છું. મારી જમીન પ્રાકૃતિક કૃષિથી ભરભરી બની ગઇ છે. આ ભરભરી જમીન પર બધા પાક લીધા પછી પશુઓને ખાવાનો લચકો કરૂ છુ આમ પશુઓને પ્રાકૃતિક ચારો આપુ છુ.

જશોદાબહેનને અનાજ અને શાકભાજીના ઉત્પાદનના વેચાણ વિશે પુછતા તેઓએ જણાવ્યું કે મારે માર્કેટમાં જવુ નથી પડતુ પાક તૈયાર થઇ જાય એટલે સ્થાનિકો તેમની જરૂરીયાત મુજબ મકાઇ,તલ,ઘઉં મગ લઇ જાય છે. જેથી મને ઘરે બેઠા બજાર કરતા સારા ભાવ મળે છે. આમ ગામનો પૈસો ગામમાં ઘરનો પૈસો ઘરમાં અને સીટીનો પૈસો પણ ગામમાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે કમ્પોસ્ટ ખાતરના બેડ બનાવી અળસિયા ઉછેર કરુ છુ અને આસ પાસના ખેડૂતોને કેમ્પોસ્ટ ખાતર બનાવતા શીખવું છું.

ખેડૂત મિત્રોને સંદેશો આપતા જશોદાબહેન કહે છે. આપણે પ્રાકૃતિક ખેતી કરી આગળ આવીએ અને આરોગ્ય સુધારીએ

બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!