ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં ૧૪ હજારથી વધુ લાભાર્થીઓને રૂ .૪૪ કરોડની સહાયના વિતરણ કરવામાં આવ્યાં.ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો.

આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા- જુદા ૧૫ જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથોહાથ ચૂકવવામાં આવનાર છે. જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય, માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનઆયુષ્યમાન કાર્ડ,સમાજ સુરક્ષા યોજના,વિદ્યાસાધના,ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનસહાયના વિતરણ કરવામાં આવ્યાં.

ગરીબ કલ્યાણ મેળા પહેલા અરવલ્લી જિલ્લામાં ૧૨ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૪૧ કરોડની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા છે. તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ૨૨૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૩૨ લાખની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યાં.સરકારની જન કલ્યાણલક્ષી યોજનાનો લાભ મેળવેલા લાભાર્થીઓએ તેમના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યાઆ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરિક, જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયા , ધારાસભ્ય ભીલોડા પી.સી. બરંડા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!