કાંકરેજ તાલુકાના થરામા પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ ની ઉપસ્થિતિમાં “જ્ય બાપુ”, “જય ભીમ”, “જય સંવિધાન” બચાવો કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના થરામા પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ ની ઉપસ્થિતિમાં "જ્ય બાપુ", "જય ભીમ", "જય સંવિધાન" બચાવો કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના થરામા પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ ની ઉપસ્થિતિમાં “જ્ય બાપુ”, “જય ભીમ”, “જય સંવિધાન” બચાવો કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખના પૂર્વ અધ્યક્ષ અને સી.ડબલ્યુ.સી.ના મેમ્બર જગદીશ ઠાકોરની હાજરીમા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,એ.પી.એમ.સી.થરાના પૂર્વ વાઇસ ચેરમેન ભુપતાજી, બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતાજી મકવાણા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, સહકાર અને સિંચાઈ સમિતિ બ.કાં. જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન પુરણસિંહ વાઘેલા,નગર પાલિકા પૂર્વપ્રમુખ વિનોદજી ઠાકોર, કાંકરેજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહિપતસિંહ વાઘેલા, મોહ્યુદીન મોરવાડીયા,એડવોકેટ મુકેશભાઈ બુકોલીયા,ગેનાજી તેરવાડીયા,ભવનજી તેરવાડીયા, રમેશકુમાર ડી.ઠાકોર ઉપ પ્રમુખ યુથ કોંગ્રેસ સમિતિ કાંકરેજ, હાજાભાઈ પરમાર સહિત કોંગ્રેસ ના કાર્યકરો અને હોદેદારોની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો રેલીનું આયોજન કરાયું હતું. “જય બાપુ”, “જય ભીમ”, “સંવિધાન બચાવો દેશ બચાવો” ના નારા સાથે રેલી નીકળી રેલી બાદ ઝાઝાવડા ગ્વાલિનાથ મંદિર રોડ નગર પાલિકાની બાજુમાં જાહેર મિટિંગમાંનું આયોજન કરાયું હતું.ત્યારે કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારે ખોટા લોકોની બોલબાલા છે ભાજપની સરકારે બંધારણમાં ફેરફાર કરી બાબા સાહેબ આંબેડકરજી નું અપમાન કર્યું છે આ માટે અમે ગામે ગામ અને તાલુકે તાલુકે બંધારણ બચાવવા પત્રિકાઓ સાથે રેલી કાઢીશું.ગાંધીજી અને આંબેડકરજીના થયેલ અપમાન માટે વિરોધ ચાલુ રહેશે અને સરકારની હિટલર શાહીનો વિરોધ કરીશું તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







