BANASKANTHAGUJARATKANKREJ

ઓગડના ચાંગા પ્રાથમિક શાળા ના શિક્ષક જયંતિભાઈ જોષીને માનભેર વિદાયમાન કરાયા.

શાળાના શિક્ષકના વિદાયમાં સમસ્ત ગ્રામજનો અને બાળકો ભાવુક થયા.

ઓગડના ચાંગા પ્રાથમિક શાળા ના શિક્ષક જયંતિભાઈ જોષીને માનભેર વિદાયમાન કરાયા.
—————————————
શાળાના શિક્ષકના વિદાયમાં સમસ્ત ગ્રામજનો અને બાળકો ભાવુક થયા.
—————————————
ઓગડ તાલુકાના અધગામના વતની અને ચાંગા પ્રાથમિક શાળાના શિક્ષક જોષી જયંતિભાઈ નાનજીભાઈનો વય નિવૃત્તિ અને ભાવદર્શન સમારોહ આજરોજ ૧૦ મી એપ્રિલ ૨૦૨૬ ને શુક્રવારના રોજ ડૉ. હેમરાજભાઈ પટેલ,ટીપીઓ વિજયભાઈ જાદવ, ભગવાનભાઈ ગુર્જર, ધનરાજભાઈ ઠકકર,કમલેશ જોષી,પ્રેમ વ્યાસ,બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એશોસીશનના પૂર્વસેક્રેટરી જીવણભાઈ જોષી, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી,વડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી, અખાભાઈ ચૌધરી,એમ.વી. પટેલ,સવગરભાઈ ગૌસ્વામી, ઉમેશભાઈ પ્રજાપતિ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ માં યોજાયો હતો.જયંતીભાઈ જોષી ચાંગા ખાતે તા.૦૬/૧૨/૧૯૯૯ થી તા ૩૧/૦૫/૨૦૨૬ સુધી સતત એક જ ગામમાં ૨૭ વર્ષ સુધી શૈક્ષણિક સફરમાં ચાંગા પ્રાથમિક શાળામાં શરૂઆતથી નિવૃત્તિવેળા સુધી એકજ શાળા ની શૈક્ષણિક સફર દરમ્યાન બાળકોને શિક્ષણ,સંસ્કાર, સંગીત અને શિસ્તનો સમન્વય સાથે તેમજ સ્વાધ્યાય પ્રવૃત્તિના રંગે રંગાઈ શિક્ષકત્વને શોભાવ્યુ હતુ.શાળાને એ ગ્રેડ પ્રાપ્ત કરાવનાર,શાળામાં ભૌતિક બાબતોમાં અગ્રેસર એવા ભૂદેવ જયંતિભાઈ જોષીના ભાવદર્શન કાર્યક્રમમાં મોટાભાઈ અમરતભાઈને ચરણોમાં વંદન કરી શાસ્ત્રી જીતુભાઈ પંડિત ના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ એ સ્વાગતગીત અને વિદાય લેતા જયંતીભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.વિદાય વેળાએ સમસ્ત ગ્રામજનો અને બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. શિક્ષક લાગણી ન રોકી શકતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રસંગે શાળા પરિવાર,ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા જયંતિભાઈ જોષીને ચાંદીની મૂર્તિ,શ્રીફળ,સાકર,સન્માનપત્ર આપી શાલ ઓઢાડી,ભેટ સોગાદો દ્વારા સન્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ચેહરાભાઈ ગુર્જરે સ્ટેજ સંચાલન શિક્ષક જોરાભાઈ દેસાઈએ આભાર વિધિ શિક્ષક કરશનભાઈ જોષી એ કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!