GUJARATMORWA HADAFPANCHMAHAL

જેઠાભાઈ આહીર પંચામૃત ડેરીના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાતા ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: નાફેડ (નવી દિલ્હી)ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ આહીર સાહેબ પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર પ્રચંડ બહુમતીથી બિનહરીફ ચૂંટાતા ભાજપ પક્ષમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

જેઠાભાઈ આહીરની આ જીત બદલ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તાલુકા પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, જિલ્લા પાર્ટી પ્રમુખ જીગ્નેશભાઈ, મહામંત્રી રમણકાકા અને પૂર્વ મહામંત્રી નટુકાકા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરી હતી.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ જેઠાભાઈ આહીરને પુનઃ ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ પંચામૃત ડેરી વધુ પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!