GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરના જુનાગઢ રોડ શાંતિનગરમાં જુગાર રમતી 5 મહિલા સહિત 10 ઝડપાયા, પોલીસે દરોડો પાડી 36,680નો મુદ્દામાલ કબજે કર્યો

તા.૨૦/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં શ્રાવણમાસ પહેલા જ ઠેરઠેર જુગારના હાટડા શરૂ થઈ ગયા છે ત્યારે ગઈકાલે મોડીરાત્રે વરસાદી માહોલ વચ્ચે પણ જેતપુરના શાંતિનગરમાં સરાજાહેર જુગાર રમતી પાંચ મહિલા સહિત ૧૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી ૩૬,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ શાંતિનગરમાં મોડીરાત્રે વરસાદી માહોલ વચ્ચે સ્ટ્રીટ લાઈટના અજવાળે સરાજાહેર જુગારધામ ચાલતુ હોવાની બાતમી પરથી મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજ રામ બહાદુર ઠકુડી, સતિષ વિનોદભાઈ કારેલિયા, શંકર પીડિયાભાઈ ડોડિયાર, સંજય મખાભાઈ લુણી, મહેશ રમશુભાઈ ખરાડિયા, ઈલાબેન જોરુભાઈ વાળા, મધુબેન કિશનભાઈ હટિલા, સોનલબેન ઉર્ફે સવિતાબેન સંજયભાઈ લુણી, કમલાબેન મહેશભાઈ ખરાડિયા, મયુરી ફરાજ ઠાકુરીની ધરપકડ કરી હતી. પોલીસે સરાજાહેર ચાલતા આ જુગાર ધામમાંથી ૧૦,૧૮૦ની રોકડ, ૨૬,૫૦૦ની કિંમતના ૭ મોબાઈલ ફોન મળી ૩૬,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી પીએસઆઈ વી.સી. પરમાર, પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ સિધ્ધપરા સહિતના સ્ટાફે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!