Jetpur: જેતપુર શહેરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી

તા.૧૬/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: ૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેતપુર વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું,ધારાસભ્ય જયેશ રાદડિયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું હતું , વહીવટી તંત્ર, રાજકીય નેતાઓ, તેમજ મોટી સંખ્યામાં બાળકો અને લોકો ઉપસ્થિત રહ્યા બાળકો દ્વારા દેશભક્તિની અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવ્યું હતું
દેશભરમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેરમાં તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં અને શહેર તાલુકાના વિવિધ કચેરીઓના અઘિકારીઓ કમૅચારીઓ, શાળા વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો ધ્વજવંદન સહિતના કાર્યક્રમો ઉપસ્થિતિ રહી ઊજવણી કરવામાં આવી હતી
જેતપુર તાલુકા કક્ષાના યોજાયેલા સ્વતંત્રતા પર્વ નિમિત્તે જેતપુરનાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા એ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. જેતપુર નાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકા નાં ચીફ ઓફિસર સાહેબ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, ડી.વાય.એસ.પી. પોલીસ ઈન્સપેકટર સહિત રાજકીય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગકસરતના દાવ, દેશભક્તિ ના ગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. મંચસ્થ મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારો કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.






