Jetpur: યોગથી આરોગ્ય તરફ: જેતપુર તાલુકામાં ‘મેદસ્વિતામુક્ત અભિયાન’ અંતર્ગત યોગ શિબિર યોજાઈ

તા.૨૫/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: ગુજરાત સરકારના ‘મેદસ્વિતામુક્ત અભિયાન’ અંતર્ગત રાજ્યભરના તમામ તાલુકાઓમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને જેતપુર તાલુકામાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી, જેમાં ૫૦૦ જેટલા સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શિબિરમાં મેદસ્વિતામુક્તિ માટેના આસનો, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર સહિત યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ઝોન કો-ઓર્ડીનેટર શ્રી વંદનાબેન રાજાણી દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મેનાબેન ઉસદડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સાધકોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ સમગ્ર શિબિરની તૈયારી જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દક્ષાબેન હિરપરા, જેતપુર યોગ કોચ શ્રીમતી રાધિકાબેન પંચાલ તથા યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સોશિયલ મીડિયા સંચાલન શ્રી મહેશભાઈ બુધ્ધદેવ દ્વારા કરવામાં આવ્યું.
ઉપરાંત, આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ યોગસાધકો માટે ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી.






