GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં ગાંધીનગર ફૂડ વિભાગે નકલી પનીર તમેજ અખાદ્ય દૂધનો કર્યો પર્દાફાશ, 633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો

તા.૫/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: ખાધ પદાર્થોમાં ભેળસેળ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાના અનેક બનાવો છાસવારે સામે આવતા હોય છે. ખાધ ચીજ-વસ્તુઓમાં ભેળસેળ, નકલી વસ્તુઓનો ઉપયોગ અને સામે પૈસા મુજબ ક્વોલિટી ન મળતા ગ્રાહકોને ડબલ નુકસાન થાય છે ત્યારે આજરોજ જેતપુરમાં નકલી પનીર બનાવટી ફેક્ટરી ઝડપાતા દૂધ, પનીર, ચીઝના રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

આજના સમયમાં દરેક વસ્તુઓ ભેળસેળયુક્ત જ મળે છે. હળદર, ચોખા, દૂધ, જીરું આ તમામ વસ્તુઓ તો સમજ્યા પણ હવે આ ભેળસેળમાં પનીર પણ બાકાત રહ્યું નથી. લોકોને સૌથી વધારે મનપસંદ પનીરમાં પણ ભેળસેળ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ.જેતપુરમાં ગાંધીનગરના ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 633 કિલો અખાદ્ય પનીરનો જથ્થો તેમજ અખાદ્ય 2000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો.

જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે મોઢવાડી વિસ્તારમાં ચાલતી ફેક્ટરી માંથી બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. તેને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ પનીરનો નમૂના લઇને લેબોરેટરી ખાતે પણ મોકલવામાં આવ્યો છે. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ પનીર વનસ્પતિ ઘી માંથી બન્યું હતું. જેના કારણે તે ખાવા લાયક નહોતું. હાલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફેક્ટરી માલિકની પૂછપરછ પણ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ તેમજ રાજકોટ સંયુક્ત ટીમ દ્વારા જેતપુરના ચંદ્રમોલેશ્વર મંદિર નજીક મોઢવાડિયા વિસ્તારમાં ચાલતી રજવાડી ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન 633 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો.તેમજ 2000 લીટર દૂધ પણ મળી આવ્યું હતું ફૂડ વિભાગ દ્વારા આ ફેક્ટરી માલિકની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેને આ પનીરનો જથ્થો શહેરમાં જુદી જુદી જગ્યા તેમજ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો હતો. જો કે આ પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ આ મામલે ફૂડ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગર ફુડ વિભાગના અધિકારી જી.બી. રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી. જેમનો માલિક મયુર મોહનભાઈ કોયાણી રહે. જામકંડોરણા પોતાની માલિકીની જગ્યા પર રજવાડી ડેરી પ્રોડક્ટ ના નામથી આ સમગ્ર કારસ્તાન ચાલતું હતું. ફ્રુડ વિભાગે જુદા જુદા ચાર સેમ્પલો લીધા હતા જેમાંથી 633 કિલો પનીર જેમની કિંમત 1,64,580 તેમજ અખાદ્ય દૂધ 2000 લીટર એમની કિંમત 46,000 નો જથ્થો નાશ કરાયો હતો. જ્યારે વનસ્પતિ તેલ તેમજ ક્રિમ મલાઈ 1660 કિલો જેમની કિંમત 5,4,2001 નો મુદ્દામાલ સીલ કરાયો હતો. તેમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે દૂધની વાત કરવામાં આવે તો આ દૂધ અહેમદનગરની મોથેબાબા દૂધ સીતકરણ નામની ડેરી પરથી મંગાવવામાં આવતું હતું. એટલે ક્યાંક આ સમગ્ર બાબતે શંકા ઉપજાવે તેમ છે.

વધુમાં જણાવ્યું હતું કે, અહી પનીર બનાવવા, વનસ્પતિ ઘી અને અખાધ દૂધના ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હોવાનું જણાવ્યું હતું ભેળસેળયુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરતા હતા. આરોગ્ય વિભાગે સ્થળ ઉપરથી મયુર પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર, વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે. હાલ તો ગાંધીનગર ફુડ વિભાગ વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

જેતપુર નગરપાલિકા દ્વારા શંકાની સોય ઉપજાવે તે ચોક્કસ પણે શેવાઈ રહ્યું છે પાલિકાની વિભાગ મૂક પ્રેક્ષક બન્યું હોઈ આની પાછળનું કારણ વિભાગની બેદરકારી છે કે સેટિંગ તેવા સવાલો સાથે લોકોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. અધિકારીઓ સક્રિય થઈ તપાસ કરી લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!