GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે

તા.૩/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર શહેરી કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, રાજકોટના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. શહેરી કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પૂરતા પુરાવા સાથે મામલતદાર કચેરી જેતપુર ખાતે તારીખ ૧૦ જુલાઈ સુધીમાં રજૂ કરવાના રહેશે.

આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે શહેરી કક્ષાનો પ્રશ્ન હોય, તો લગત કચેરીને પ્રથમ અરજી કરેલી હોવી અને તે અનિર્ણિત હોય તેમજ તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય તેવા પ્રશ્ન રજૂ કરી શકાશે.

કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ, નગરપાલીકા અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ અને તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો નહીં કરી શકે તેમ જેતપુર શહેર મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!