GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર નવાગઢમાં જાહેરમાં ગંદકી કરનારા લોકો દંડાયા

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં સ્વચ્છ સ્થળોએ ગંદકી કરનારા શખ્સો સામે પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યા છે.
આજરોજ જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના કોમર્શીયલ વિસ્તારોમાં ગંદકી ફેલાવનાર તથા નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને ગંદકી કરવા બદલ દુકાન દીઠ રૂ. ૨૦૦નો આર્થિક દંડ ફટકારીને સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી.





